૨૦૨૩માં બૅન કરવામાં આવી ત્યારે ૩.૫૬ લાખ કરોડની ગુલાબી નોટો સર્ક્યુલેશનમાં હતી, ૫૬૬૯ કરોડ રૂપિયાની નોટો હજી પણ લોકો પાસે
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૩માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટો સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે બે વર્ષ પછી પણ રોકડ વ્યવહારમાં ગયેલી ૨૦૦૦ રૂપિયાની ૨.૮૩ કરોડ નોટો પાછી આવી નથી. ૨૦૨૫ના છેલ્લા દિવસ સુધીનો ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. ડેટા પરથી જાણવા મળ્યું હતું કે અત્યારે ૫૬૬૯ કરોડની ૨૦૦૦ રૂપિયાની નોટો હજી જમા કરાવવામાં આવી નથી.
RBIએ ૨૦૨૩ની ૧૯ મેએ ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો ત્યારે ૩.૫૬ લાખ કરોડની આ ગુલાબી નોટો સર્ક્યુલેશનમાં હતી. ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બર સુધીમાં કુલ નોટોમાંથી ૯૮.૪૧ ટકા પાછી આવી ગઈ છે. જોકે હજી પણ ૫૬૬૯ કરોડ રૂપિયાની નોટો લોકોના કબજામાં છે.


