Mumbai Viral News: મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા ટ્રમ્પ ટાવર્સમાં એક અલ્ટ્રા-લક્ઝરી 4.5 BHK એપાર્ટમેન્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વૈભવી ફ્લેટનું માસિક ભાડું સાંભળીને લોકો ચોંકી ગયા છે કારણ કે તેનું ભાડું છે...
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા ટ્રમ્પ ટાવર્સમાં એક અલ્ટ્રા-લક્ઝરી 4.5 BHK એપાર્ટમેન્ટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વૈભવી ફ્લેટનું માસિક ભાડું સાંભળીને લોકો ચોંકી ગયા છે - કારણ કે તેનું ભાડું દર મહિને ₹10 લાખ જેટલું ભારે છે. આટલું ઊંચું ભાડું જોઈને, સોશિયલ મીડિયા યુઝર્સે હાસ્ય, કટાક્ષ અને મીમ્સનો વરસાદ કર્યો છે.
આ અલ્ટ્રા-લક્ઝરી ઘરમાં શું-શું સુવિધાઓ છે?
ADVERTISEMENT
રવિ કેવલરમાણિ દ્વારા તેમના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરાયેલ એક વીડિયો ફ્લેટની ઝલક આપે છે. લગભગ 2,900 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા ધરાવતો આ ફ્લેટ એક હાઈ-રાઈઝ બિલ્ડિંગના ઉપરના માળે આવેલો છે. સેમી-ફર્નિશ્ડ મિલકતમાં ચાર એનસ્યુટ વોશરૂમ, એક પાવડર રૂમ, વોશરૂમ સાથેનો સ્ટાફ રૂમ અને એક અલગ યુટિલિટી એરિયા છે.
ફ્લેટમાં માર્બલ ફ્લોરિંગ, મોડ્યુલર કિચન કેબિનેટ્સ, પ્રીમિયમ બાથરૂમ ફિટિંગ્સ, ડબલ-પેન ખૂલતી બારીઓ અને એર કન્ડીશનર્સ જેવી સુવિધાઓ પણ છે, જે તેને સંપૂર્ણ અલ્ટ્રા-લક્ઝરી લુક આપે છે.
સોશિયલ મીડિયા પર લોકોએ રૂ.૧૦ લાખના ભાડાની મજાક ઉડાવી
જોકે આ ભવ્ય ફ્લેટથી ઘણા લોકો પ્રભાવિત થયા, પરંતુ લોકો સોશિયલ મીડિયા પર તેના ભાડાની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા. એક યુઝરે તો આ વીડિયોને AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો હોવાનું કહીને લખ્યું, “આ AI દ્વારા બનાવેલો હોય એવું કેમ લાગે છે?”
કેટલાક યુઝર્સે વર્તમાન આંતરરાષ્ટ્રીય ટેરિફ ચર્ચાનો ઉલ્લેખ કરીને લખ્યું, “ભાડા પર ટેરિફ પણ લાગશે કે શું?” એક અન્ય યુઝરે વ્યંગ્ય કરતા કહ્યું, “આ વિડિયો જોઈ રહ્યો છું અને મારા અકાઉન્ટમાં માત્ર ₹289 બચ્યા છે.”
View this post on Instagram
નેટીઝન્સ લક્ઝરીમાં પણ `ખામીઓ` શોધે છે
ઘણા લોકોએ આટલા ઊંચા ભાડા છતાં કેટલીક સુવિધાઓના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું. કેટલાકે સી-વ્યૂ અભાવ અંગે ફરિયાદ કરી, જ્યારે અન્ય લોકોએ બાલ્કનીના અભાવનો મુદ્દો ઉઠાવ્યો. એક યુઝરે લખ્યું, "સી વ્યૂ નથી, યાર... મને કંઈક બીજું બતાવો," જ્યારે બીજાએ કહ્યું, "બાલ્કની નથી."
છતની ઊંચાઈ બાબતે પણ ટિપ્પણીઓ થઈ, “આ ભાવે સીલિંગ હાઇટ વધારે હોવી જોઈએ,” તો એક યુઝરે ઉમેર્યું, “મુંબઈના માપદંડ મુજબ સાઇઝ સારી છે, પણ ફ્લોર-ટુ-સીલિંગ હાઇટ થોડી ઓછી લાગે છે.”
ભાડું જ બન્યું પંચલાઇન
રૂ. 10 લાખનું ભાડું પોતે જ કમેન્ટ સેક્શનમાં મજાકનું કારણ બન્યું. એક યુઝરે લખ્યું, “સર, માત્ર 10 લાખ સાંભળીને જ મજા આવી ગઈ,” તો બીજા એકે હસતાં કહ્યું, “મારી જોડે ફક્ત 10 લાખ ઓછા છે!”
એકંદરે, વરલીના ટ્રમ્પ ટાવર્સમાં આવેલો આ અલ્ટ્રા-લક્ઝરી ફ્લેટ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે, તેના ભાડા માટે જેટલો ચર્ચાનો વિષય છે તેટલો જ તેના ભવ્ય ઈન્ટિરિયર માટે પણ.


