° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


RBI ગવર્નર શક્તિકાંત દાસ કોવિડ-19 પૉઝિટિવ

25 October, 2020 07:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

RBI ગવર્નર શક્તિકાંત દાસ કોવિડ-19 પૉઝિટિવ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમણે પોતે જ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.

તેમણે કહ્યું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો સતર્ક રહે. ગવર્નર આઈસોલેશનમાં જ રહીને પોતાનું કામ ચાલુ રાખશે.

શક્તિકાંત દાસે આ અંગે રવિવારે એક ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું, મારામાં સંક્રમણના કોઈ લક્ષણો નથી. હું હાલમાં સારૂ ફિલ કરી રહ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. હું તેમને સતર્ક કરવા માગુ છું. આઈસોલેશનમાં રહીને હું કામ ચાલુ રાખીશ. રિઝર્વ બેંકનું કામ સારી રીતે ચાલતુ જ રહેશે. અન્ય અધિકારીઓનેા સંપર્કમાં પણ રહીશ.

શક્તિકાંત દાસ ઉપરાંત દેશના કેટલાય નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ચૂંટણી ટાણે જ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તો આ પહેલા પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત સરકારના કેટલાય મંત્રી કોરોના પોઝિટીવ આવ્યા હતા.

25 October, 2020 07:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Outbreak: દેશમાં એક દિવસમાં 4 લાખ કેસ, મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત

દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

08 May, 2021 12:23 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મળો ખરા કોરોના લડવૈયાને

કૉલેજના સ્પોર્ટ્સ ટીચરે શરૂ કરેલા અભિયાનમાં ૨૫,૦૦૦ લોકો જોડાયા છે અને તેમણે અત્યારના કપરા સમયમાં કોરોનાના દરદીઓને ૬૦૦ પ્લાઝમાની સાથે ૩૦૦ બૉટલ લોહી ભેગું કરી આપ્યું છે

08 May, 2021 11:45 IST | Mumbai | Priti Khuman Thakur
રાષ્ટ્રીય સમાચાર

કડક પગલાંથી ત્રીજી લહેર ટાળી શકાશે: વિજય રાઘવન

કેન્દ્ર સરકારના વિજ્ઞાન વિભાગના મુખ્ય સલાહકારે ગઈ કાલે કહ્યું હતું

08 May, 2021 10:22 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK