આ સાથે જ શરાબનું વેચાણ પણ બંધ કરવાનો યોગી આદિત્યનાથનો આદેશ
યોગી આદિત્યનાથ
લખનઉ: ૨૨ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે મનાવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, ૨૨ જાન્યુઆરી શિક્ષણ સંસ્થામાં રજાઓ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં દારુનું વેચાણ પણ થશે નહીં. મુખ્યમંત્રીએ મંગળવારે આ આદેશ જાહેર કર્યા છે.
મુખ્યપ્રધાને પોતાના આદેશમાં કહ્યું કે, અયોધ્યામાં આગંતુકોને અવિસ્મરણીય અતિથિ સત્કાર મળશે. સાથે જ ૨૨ જાન્યુઆરીએ તમામ સરકારી ભવનોની શોભા વધારવામાં આવશે. આતશબાજી પણ થશે. અયોધ્યામાં સ્વચ્છતાનું કુંભ મોડલ લાગૂ થશે.
ADVERTISEMENT
મુખ્યપ્રધાન ૧૪ જાન્યુઆરીએ અયોધ્યામાં સ્વચ્છતા અભિયાનની શરુઆત કરશે. આજે અયોધ્યા પહોંચેલા મુખ્યપ્રધાન યોગીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તૈયારીઓ જોઈ હતી અને ત્યાં સાફ સફાઈમાં જરાં પણ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત વીવીઆઈપી વિશ્રામ સ્થળ પહેલા જ નક્કી કરી લીધું છે. અયોધ્યા ધામ આવતા શ્રદ્ધાળુઓ/પર્યટકોને નવ્ય, દિવ્ય, ભવ્ય અયોધ્યાની મહિમાથી પરિચિત કરાવતા ટૂરિસ્ટ ગાઈડ તૈનાતા કરવા માટે પણ કહેવાયું છે.
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ દુનિયાના તમામ મહેમાનો અયોધ્યા આવશે. જેને જોતા અયોધ્યા જિલ્લા પ્રશાસન જિલ્લાની તમામ હોટલોમાં મહેમાનોને રોકાવાની વ્યવસ્થા કરશે. બીજી તરફ અયોધ્યાથી અડીને આવેલા લખનઉની હોટલ સંચાલકો પણ મહેમાનોના સ્વાગત માટે તૈયારીમાં લાગી ગયા છે.


