ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ૬ આરોપીઓમાંની એક નલિની શ્રીહરનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવી છે

નલિની શ્રીહરન
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ૬ આરોપીઓમાંની એક નલિની શ્રીહરનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવી છે. જોકે નલિની શ્રીહરનનું કહેવું છે કે ‘આ હત્યામાં મારી કોઈ ભૂમિકા નહોતી. મારા પતિના મિત્રોને ઓળખતી હોવાથી મને પણ જેલની સજા થઈ હતી.’
નલિની શ્રીહરને જણાવ્યું કે ‘હત્યાનું કાવતરું કરનારા જૂથનો હું હિસ્સો હતી. હું મારા પતિના મિત્રોને જરૂર પડે ત્યારે મદદ માટે દુકાનો, મંદિરો, થિયેટર કે હોટેલમાં તેમની સાથે જતી હતી. એ સિવાય આરોપીઓ કે તેમના પરિવાર સાથે મારો કોઈ સંપર્ક નહોતો.’
૨૦૦૧માં તેની મૃત્યુદંડની સજામાં ફેરફાર કરવામાં આવ્યો એ પહેલાં ૭ વખત નલિનીને માટે ફાંસીનો આદેશ આપવામાં આવ્યો હતો. નલિનીને કોઈ પણ સમયે ફાંસી આપવામાં આવશે એવી અપેક્ષા હતી. ૧૯૯૨માં જેલમાં તેની દીકરીનો જન્મ થયો હતો, પણ દીકરીનો ઉછેર જેલની બહાર થયો હતો. ૨૦૧૯માં તેનાં લગ્ન થયાં હતાં, એ વખતે નલિની એક મહિનાની પરોલ પર જેલની બહાર હતી.