અકબર મહિલાઓના વેશમાં મીનાબજાર જતો હતો અને છેડછાડ કરતો: મદનલાલ સૈની
મદનલાલ સૈની
રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ મદનલાલ સૈનીએ મુગલ શાસક અકબર વિશે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે તેઓ સ્ત્રીનાં કપડાં પહેરી મીનાબજારમાં જતા અને ત્યાં દુષ્કર્મ કરતા હતા. ત્યારે કૉન્ગ્રેસે સૈનીના આ નિવેદનની નિંદા કરી છે.
સૈનીએ આ નિવેદન બીજેપીના હેડ ક્વૉર્ટર્સમાં મહારાણા પ્રતાપની જયંતીના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં આપ્યું હતું. અકબર મહાન કે મહારાણા પ્રતાપ એવું પૂછવા પર સૈનીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિની મહાનતા તેના જીવનચરિત્ર પરથી નક્કી કરવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચો : માલેગાંવ બ્લાસ્ટ-કેસ સંદર્ભે પ્રજ્ઞા સિંહ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યાં
સૈનીએ કહ્યું કે અકબરે મીનાબજાર શરૂ કરાવ્યું હતું અને મીનાબજારમાં દરેક કામ મહિલાઓ કરતી હતી. અકબર સ્ત્રીનાં કપડાં પહેરી ત્યાં જતો હતો અને દુષ્કર્મ કરતો હતો. જોકે સૈનીએ પાછળથી કહ્યું કે દુષ્કર્મ એટલે મારો અર્થ છેડછાડ છે એટલું જ નહીં, બિકાનેરની રાણી કિરણ દેવીની સાથે અકબરે દુર્વ્યવહાર કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દુર્વ્યવહાર કરવા પર રાણીએ સમ્રાટના ગળા પર તલવાર રાખી દીધી હતી અને અકબરે તેમના જીવન માટે ભીખ માગવી પડી હતી. સૈનીએ કહ્યું કે તો જીવનચરિત્ર જોવું પડશે કે કોણ મહાન હોઈ શકે છે.

