Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદી સરકારના ટોચના ૨૦૦ અધિકારીઓ અમારા સંપર્કમાં, અમને અંદરની જાણકારી મોકલે છે એવો દાવો કરીને રાહુલ ગાંધીએ...

મોદી સરકારના ટોચના ૨૦૦ અધિકારીઓ અમારા સંપર્કમાં, અમને અંદરની જાણકારી મોકલે છે એવો દાવો કરીને રાહુલ ગાંધીએ...

Published : 13 October, 2026 02:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મને જ્ઞાનેશ કુમાર તરફથી મેસેજ મળ્યા હતા; મેં તેમને કહ્યું કે તમે ભૂલ કરી છે પણ એની પાછળનું મગજ તમારું નથી, મુખ્ય ગુનેગાર તમે નહીં પણ બીજું કોઈ છે

ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી.

ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી.


જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી માટે ગઈ કાલે સુપ્રીમ કોર્ટ સુધી વિપક્ષોની યોજાયેલી કૂચ પહેલાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ચોંકાવનારો દાવો કરતાં જણાવ્યું હતું કે ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે તમારી સરકારના ૨૦૦ અધિકારીઓ અમારા સંપર્કમાં છે. તેઓ અમને માહિતી આપી રહ્યા છે. આમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને વિદેશ-મંત્રાલયના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.’
બીજી તરફ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર મને મેસેજ મોકલે છે એવો દાવો પણ રાહુલ ગાંધીએ કરીને તેમને રાજીનામું આપવા જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારને અપ્રૂવર (સરકારી સાક્ષી) બનવા અને રાજીનામું આપવા માટે આગ્રહ કર્યો હતો.


રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ‘મને જ્ઞાનેશ કુમાર તરફથી મેસેજ મળ્યા હતા. મેં તેમને રાજીનામું આપીને રસ્તામાંથી હટી જવા માટે કહ્યું હતું.’ 

આ મુદ્દે રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને સંબોધીને વધુમાં કહ્યું હતું કે ‘તમે ભૂલ કરી છે અને સાચું કહું તો તમે મુખ્ય ગુનેગાર નથી. આ ભૂલ પાછળનું મગજ તમારું નથી. તમે જે કર્યું એની પાછળ જે લોકો છે અમે તેમની પાછળ છીએ.’

સુપ્રીમ કોર્ટ પરની કૂચને શિવ તાંડવ નામ આપ્યું રાહુલ ગાંધીએ

કહ્યું કે આ શિવની બારાત છે, એમાં બધા જોડાઈ શકે છે

અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે પોલીસ-કર્મચારીઓ નારાજ છે કારણ કે તેમને યુવાનોને માર મારવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને છૂટ આપવામાં આવી રહી છે. - રાહુલ ગાંધી

ઇન્ડિયા ગઠબંધનની સુપ્રીમ કોર્ટ તરફની કૂચ પહેલાં પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ શિવજીની બારાત છે, કોઈ પણ આવી શકે છે, અમે કોઈને રોકીશું નહીં. આ તાંડવ છે, આ શિવનું તાંડવ છે, એમાં કોઈ પ્લાનિંગ હોતું નથી.’
રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો જવાબ આપ્યો હતો. કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય BJP નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીને ભગવાન શિવજી સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ રાજકીય લાભ માટે હિન્દુ પરંપરાઓનો ઉપયોગ કરી રહ્યા છે; આ કોઈ શિવજીની બારાત નથી, પરંતુ અરાજકતા ફેલાવવા માગતા લોકોનો મેળાવડો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK