Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BKCમાં AQI અધધધ 425 રેકૉર્ડ થયા બાદ BMCએ કરી સ્પષ્ટતા

BKCમાં AQI અધધધ 425 રેકૉર્ડ થયા બાદ BMCએ કરી સ્પષ્ટતા

Published : 13 October, 2026 10:38 AM | Modified : 13 October, 2026 10:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે સોમવારે BKCમાં AQI 151 નોંધાયો હતો, જે જોખમી સ્તર ગણાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં હવાની ગુણવત્તા એટલે કે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) સાવ જ ખરાબ હોવાનું જણાયું ત્યાર બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ મામલે સ્પષ્ટતા આપવામાં આવી છે. રવિવારે BKCમાં AQI અત્યંત ખરાબ કૅટેગરીમાં 425 જેટલો નોંધાયો ત્યાર બાદ શહેરીજનોમાં અને ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતાનું વાતાવરણ ઊભું થતાં BMC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને કહેવાયું હતુ કે મૉનિટરિંગ સિસ્ટમમાં કોઈ ખામી ઊભી થઈ હોવાને કારણે ઍર ક્વૉલિટી અત્યંત જોખમીની કૅટેગરીમાં દેખાઈ રહી છે.
એટલું જ નહીં, આના કારણે ચિંતાનું વાતાવરણ ઊભું થતાં BMCએ ટૂંક સમયમાં મૉનિટરિંગ સિસ્ટમમાં રહેલી ખામી દૂર કરવાની અથવા તો એને બદલવાની તૈયારી પણ બતાવી છે. હવામાન ખાતાના નિષ્ણાતોના મતે હવાની આટલી ખરાબ ગુણવત્તા હોવી એ આ વર્ષે રહેલા નબળા ચોમાસાનું કારણ પણ હોઈ શકે. એને પગલે BMCની મૉનિટરિંગ સિસ્ટમમાં ખામીના દાવા વિશે પણ હજી સુધી કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય એમ નથી. જોકે સોમવારે BKCમાં AQI 151 નોંધાયો હતો, જે જોખમી સ્તર ગણાય છે.

શિયાળા પહેલાં જ આવી હાલત 
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના ડૅશબોર્ડ મુજબ સત્તાવાર રીતે ચોમાસું પૂરું થયા બાદ ચેમ્બુર, માઝગાવ, દેવનાર, કુર્લા અને નેવીનગર જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખાસ્સીએવી બગડી છે. સામાન્ય રીતે શિયાળા દરમ્યાન અને ત્યાર પછી દિવાળી દરમ્યાન AQI બગડે છે, પણ આ વર્ષે વૈશ્વિક હવામાનમાં ફેરફાર અને મોટા પાયે ચાલતાં કન્સ્ટ્રક્શનોને કારણે AQI ઊંચો હોવાનું જણાય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK