Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ગાંધી જમીન પર સૂઈ ગયાં, રાહુલ ગાંધીને ઉપાડીને બસમાં નાખ્યા

પ્રિયંકા ગાંધી જમીન પર સૂઈ ગયાં, રાહુલ ગાંધીને ઉપાડીને બસમાં નાખ્યા

Published : 08 October, 2026 10:31 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આખો દિવસ ચાલેલા આ ડ્રામાનો મોડી સાંજે અંત આવ્યો હતો. મોટા ભાગના વિપક્ષી નેતા-સંસદસભ્યોને તબક્કાવાર છોડી દેવામાં આવ્યા હતા. 

રાહુલ ગાંધીને ઉપાડીને બસમાં નાખવામાં આવ્યા.

રાહુલ ગાંધીને ઉપાડીને બસમાં નાખવામાં આવ્યા.


દેશની રાજધાની દિલ્હીમાં ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિપક્ષી ગઠબંધનના સંસદસભ્યોના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ગઈ કાલે પણ ભારે હોબાળો મચ્યો હતો જેમાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક સંસદસભ્યો અને નેતાઓની અટકાયત કરી હતી. જોકે આખો દિવસ ચાલેલા આ ડ્રામાનો મોડી સાંજે અંત આવ્યો હતો. મોટા ભાગના વિપક્ષી નેતા-સંસદસભ્યોને તબક્કાવાર છોડી દેવામાં આવ્યા હતા. 

કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જનપથ પર આવેલી સાગર રત્ન રેસ્ટોરાંમાં લંચ માટે વિપક્ષી નેતાઓને બોલાવ્યા હતા, જ્યાંથી ત્રણ બસમાં ભરાઈને સંસદસભ્યો જંતર-મંતર તરફ આગળ વધ્યા હતા. જોકે સમાજવાદી પાર્ટીના સંસદસભ્યોએ સંવાદના અભાવનું કારણ આપીને આ વિરોધ-પ્રદર્શનમાં હાજરી આપી નહોતી.



ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૬૩ (BNS 163) લાગુ હોવાથી પોલીસે બસો અટકાવી હતી. બસ રોકવામાં આવતાં જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓ બસમાંથી નીચે ઊતરી ગયાં હતાં અને રસ્તા પર જ ધરણાં શરૂ કર્યાં હતાં. ત્યાં ૩ કલાક સુધી રસ્તો બ્લૉક થતાં ટ્રાફિક જૅમ સર્જાયો હતો.


પોલીસ પર ક્રૂરતાનો આરોપ લગાવતાં પ્રિયંકા ગાંધીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે ‘મહિલા પોલીસ-કર્મચારીઓએ મને જમીન પર ફેંકી દીધી અને મારા શરીર પર 
જગ્યાએ-જગ્યાએ ઉઝરડા પાડી દીધા છે. હવે હું અહીંથી હલીશ પણ નહીં.’ 

પ્રિયંકાને સડક પર સૂતેલાં જોઈને અન્ય મહિલા-નેતાઓ પણ તેમની પાસે રસ્તા પર સૂઈ ગયાં હતાં જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. 


બીજી તરફ પોલીસે રાહુલ ગાંધીને બળજબરીથી અટકાયતમાં લઈને બસમાં બેસાડ્યા ત્યારે કૉન્ગ્રેસના કાર્યકરો બસની છત પર ચડી ગયા હતા અને કેટલાક કાર્યકરોએ એ બસનાં ટાયરમાં પંક્ચર પણ પાડી દીધું હતું. ત્યાર બાદ તેમને બીજી બસમાં લઈ જવામાં આવ્યા હતા.

અટકાયત કરાયેલા તમામ નેતાઓને પહેલાં છત્રસાલ સ્ટેડિયમ અને ત્યાર બાદ રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં કેરલમના મુખ્ય પ્રધાન પણ હાજર હતા. બાદમાં બે કલાક જેટલા સમય બાદ રાહુલ ગાંધીને તેમના પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ સાથે પાછળના ગેટથી જવા દેવામાં આવ્યા હતા.  

રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે ‘અગાઉ મારી સામે ૪૫ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયા છે, મારો ટાર્ગેટ ૧૦૦ FIR સુધી પહોંચવાનો છે. જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 10:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK