૨૫ વર્ષના વિક્રમજિત સિંહ, હોશિયારપુર જિલ્લાના ચિંગર કલાન ગામના જસવિંદર સિંહ જસ્સી અને ફરીદકોટ જિલ્લાના જૈતોનના બલજિંદર સિંહ બલ્લી તરીકે થઈ છે
પ્રતીકાત્મક તસવીર
પંજાબની લુધિયાણા ગ્રામ્ય પોલીસે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તહેનાત સૈન્યના ૩ જવાનોની નિયંત્રણરેખા (LoC) પરથી હેરોઇન ખરીદવાના અને એને પંજાબમાં વેચવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ લુધિયાણાના ભાનૌર ગામના ૨૫ વર્ષના વિક્રમજિત સિંહ, હોશિયારપુર જિલ્લાના ચિંગર કલાન ગામના જસવિંદર સિંહ જસ્સી અને ફરીદકોટ જિલ્લાના જૈતોનના બલજિંદર સિંહ બલ્લી તરીકે થઈ છે. લુધિયાણાના પોલીસ અધિક્ષક અંકુર ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં વધુ વિગતો શૅર કરશે.

