સાઉથ બ્લૉક છોડીને હવે નવા સેન્ટ્રલ વિસ્ટા બિલ્ડિંગમાં કાર્યરત થશે PMO
પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ
ભારતના વડા પ્રધાનની ઑફિસ ૭૮ વર્ષ પછી શિફ્ટ થઈ રહી છે. પ્રાઇમ મિનિસ્ટર કાર્યાલયનું નવું સરનામું હવે નવા સેન્ટ્રલ વિસ્ટા બિલ્ડિંગમાં હશે. મુખ્ય ઑફિસો નવી બિલ્ડિંગમાં સ્થળાંતરિત થવાની સાથે ૮ દાયકા સુધી ભારત સરકારના કેન્દ્ર સમી નૉર્થ બ્લૉક અને સાઉથ બ્લૉકને ‘યુગે યુગિન ભારત સંગ્રહાલય’ નામના જાહેર મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવશે.
એક્ઝિક્યુટિવ એન્ક્લેવ
ADVERTISEMENT
હાલમાં સાઉથ બ્લૉકમાં સ્થિત પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) આવતા મહિને થોડે દૂર આવેલા એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ PMO અને અન્ય ટોચની સરકારી ઑફિસો માટે એક્ઝિક્યુટિવ એન્ક્લેવ તૈયાર કરવામાં આવ્યું છે.
વડા પ્રધાનના નિવાસસ્થાનની નજીક
નવી PMO વડા પ્રધાનના નિવાસસ્થાનની નજીક છે. PMO ઉપરાંત એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં કૅબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને એક કૉન્ફરન્સિંગ સુવિધા પણ છે.
નામ પણ બદલાશે
કેન્દ્ર સરકાર દ્વારા તમામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સને નામ આપવાના વલણને ધ્યાનમાં રાખીને નવા PMOનું નામ બદલી શકાય છે. સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરવા માટે નવા PMOનું નામ રાખવામાં આવી શકે છે.


