૨૪ નવેમ્બરે CJI બી. આર. ગવઈની જગ્યાએ શપથ લેશે
જસ્ટિસ સૂર્યકાંત
જસ્ટિસ સૂર્યકાંતનું નામ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે CJI બી. આર. ગવઈએ સૂચવ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. કેન્દ્રના કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે જાહેર કર્યું હતું કે ‘ભારતના સંવિધાન દ્વારા અપાયેલી શક્તિઓનો પ્રયોગ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સૂર્યકાન્તને ૨૦૨૫ની ૨૪ નવેમ્બરથી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને હાર્દિક શુભકામનાઓ.’
જસ્ટિસ બી. આર. ગવઈ ૨૩ નવેમ્બરે રિટાયર થઈ રહ્યા છે અને ૨૪ નવેમ્બરે ભારતના ૫૩મા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંત શપથ ગ્રહણ કરશે.


