Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘કાલી’ વિવાદ બાદ હવે લીનાએ ‘ભગવાન શિવ-પાર્વતી’ વિશે વાંધાજનક પોસ્ટ કરી

‘કાલી’ વિવાદ બાદ હવે લીનાએ ‘ભગવાન શિવ-પાર્વતી’ વિશે વાંધાજનક પોસ્ટ કરી

08 July, 2022 08:43 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેનો સોશ્યલ મીડિયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે

લીના મણિમેકલાઇ

લીના મણિમેકલાઇ


‘કાલી’ ફિલ્મના પોસ્ટરનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ડિરેક્ટર લીના મણિમેકલાઇએ વધુ એક ટ્વીટ કરીને નવો વિવાદ જગાવ્યો છે, જેમાં કોઈ નાટકમાં ભગવાન શિવ અને પાર્વતી માતાની ભૂમિકા કરી રહેલાં ઍક્ટર્સને સ્મોકિંગ કરતાં બતાવવામાં આવ્યાં છે, જેનો સોશ્યલ મીડિયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજેપીના નેતા શહજાદ પૂનાવાલાએ એના વિશે કહ્યું હતું કે ‘આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી. એ ઇરાદાપૂર્વક ઉશ્કેરણીનો મામલો છે. લીનાની હિંમત એટલા માટે વધી રહી છે કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કૉન્ગ્રેસ અને ટીએમસી તેને સપોર્ટ કરી રહી છે.’

તાજેતરમાં લીના મણિમેકલાઇની ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરનો વિવાદ થયો હતો, જેમાં મા કાલીને સિગારેટ પીતાં દર્શાવવામાં આવ્યાં હતાં. આ વિવાદ બાદ ટ્વિટરે પ્રોડ્યુસર-ડિરેક્ટર લીના મણિમેકલાઇની પોસ્ટને હટાવી દીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2022 08:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK