સરકારી આંકડા પ્રમાણે દેશમાં ૪ દાયકામાં આ ગેંડાની વસ્તી વધી છે.
એશિયન ગેંડા
રવિવારે વિશ્વ ગેંડા દિવસ હતો અને એ દિવસે કેન્દ્ર સરકારે એક શિંગડાવાળા એશિયન ગેંડાની વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. સરકારી આંકડા પ્રમાણે દેશમાં ૪ દાયકામાં આ ગેંડાની વસ્તી વધી છે. એક શિંગડાવાળા એશિયન ગેંડાના સંવર્ધન, સંરક્ષણ અને ગેરકાયદે શિકાર વિરોધી પગલાં લેવાને કારણે વસ્તીમાં વધારો થયો છે. એક શિંગડાવાળા, જાડી કવચ જેવી ચામડી માટે જાણીતા એશિયન ગેંડા ૪ દાયકા પહેલાં ૧૫૦૦ હતા અને હવે ૪૦૦૦થી પણ વધુ નોંધાયા છે. ૧૯૬૦માં ભારતમાં માત્ર આવા એશિયન ગેંડા ૬૦૦ હતા.