રોકાણકારોને હોમ મિનિસ્ટર અમિત શાહની ટિપ
અમિત શાહ
શૅરબજારમાં હાલ ભલે ચડાવઉતાર ચાલી રહ્યો હોય, પણ ૪ જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ માર્કેટમાં મોટો ઊછાળો આવી શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં આ દાવો કરતાં રોકાણકારોને હાલ શૅર ખરીદી લેવાની ટિપ્સ આપી હતી. તેમણે કહ્યું હતું કે માર્કેટમાં હાલના વધારા-ઘટાડાને ચૂંટણી સાથે સાંકળવા એ સમજદારી નથી. ૪ જૂન પહેલાં શૅરની જેટલી ખરીદી કરવી હોય એટલી કરી લો, કારણ કે એ પછી માર્કેટમાં મોટી તેજી આવશે. જ્યારે સ્થાયી સરકાર હોય ત્યારે સ્ટૉકમાર્કેટની ચાલ સારી રહે છે. એથી મોદી ત્રીજી વખત સરકારમાં પાછા ફરશે ત્યારે શૅરમાર્કેટને પણ મોટો સપોર્ટ મળશે.