દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે રવિવારને બપોરે 12 વાગ્યાથી હવન પૂજનની સાથે નવ નિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ માટે વૈદિક વિધિ વિધાન મંત્રોચ્ચારની સાથે જ સવારથી હવન પૂજન શરૂ થઈ જશે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 મે રવિવારને બપોરે 12 વાગ્યાથી હવન પૂજનની સાથે નવ નિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ માટે વૈદિક વિધિ વિધાન મંત્રોચ્ચારની સાથે જ સવારથી હવન પૂજન શરૂ થઈ જશે. નવા સંસદ ભવનને બનાવવામાં લગભગ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નવા ભવનમાં અનેક પ્રકારની હાઈટેક સુવિધાઓ પણ આપવામાં આવી છે. આના હૉલમાં 1224 સાંસદોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને ઈન્વિટેશન કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યા છે. કાર્ડમાં કહેવામાં આવ્યું છે કે 28મેના રોજ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઈન્વિટેશન કાર્ડ નવા સંસદ ભવનની તસવીરો પણ છપાયેલી છે. કાર્ડ પર બધા અતિથિઓને સવારે 11.30 વાગ્યા સુધી કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.
2020માં પીએમ મોદીએ નાખ્યો હતો પાયો
લોકસભા અને રાજ્યસભાએ 5 ઑગસ્ટ 2019ના કેન્દ્ર સરકારને નવા ભવનને બનાવવાની અરજી કરી હતી. ત્યાર બાદ 10 ડિસેમ્બર 2020ના રોજ પીએમ મોદીએ નવા ભવનનો પાયો નાખ્યો. નવા ભવનના નિર્માણ માટે ટેન્ડર ટાટ પ્રૉજેક્ટને આપવામાં આવ્યો છે. શરૂઆતમાં આનો ખર્ચ 861 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, પણ પછીથી આ વધીને 1200 કરોડ રૂપિયા પહોંચી ગયો.
વિપક્ષે કહ્યું- રાષ્ટ્રપતિ કરે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન
જેવી નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની ચર્ચા શરૂ થઈ કૉંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર હુમલાવર થઈ ગઈ. વિપક્ષનું કહેવું છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ તરફથી થવું જોઈએ. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવવું જોઈએ.
કૉંગ્રેસ બિનજરૂરી વિવાદ પેદા કરે છે- બીજેપી
નવા સંસદ ભવનને લઈને કૉંગ્રેસ તરફથી જાહેર હુમલા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કાલે સોમવારે કૉંગ્રેસ પર આરોપ મૂકતા કહ્યું કે તે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પર અનાવશ્યક વિવાદ પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે. કૉંગ્રેસને પોતાના સ્વાર્થ માટે ભારતની ઉપલબ્ધિઓને નીચા બતાવવાની `ઘટિયા રાજનીતિ` કરવાની ટેવ પડી ગઈ છે.
આ પણ વાંચો : મનીષ સિસોદિયાનું ગળું ગબોચીને લઈ ગઈ પોલીસ, કેજરીવાલ થયા ગુસ્સે, જુઓ વીડિયો
પાર્ટીના મીડિયા વિભાગ પ્રભારી અનિલ બલૂનીએ કૉંગ્રેસ પર હુમલો કરતા કહ્યું, "જ્યારે પણ કોઈ સારી વસ્તુ થાય છે તો કૉંગ્રેસ પાર્ટીના નેતા ઘટિયા રાજનીતિ પર ઉતરી આવે છે અને રાહુલ ગાંધીની આગેવાનીમાં આ જ ઓળખ બની ગઈ છે. દેશ જ્યારે નવા સંસદ ભવનને લઈને ગર્વ અનુભવી રહ્યો છે, ત્યારે આ નેતા પોતાના નિમ્ન સ્તરે પહોંચી ગયા છે."