વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંતરારાષ્ટ્રીય મહિલા દિવસના (International Women`s Day 2024) અવસરે અનેક યુવાન હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવૉર્ડથી (National Creators Award) સન્માનિત કર્યા.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંતરારાષ્ટ્રીય મહિલા દિવસના (International Women`s Day 2024) અવસરે અનેક યુવાન હસ્તીઓને નેશનલ ક્રિએટર્સ એવૉર્ડથી (National Creators Award) સન્માનિત કર્યા. ભારત મંડપમમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કથાવાચક જયા કિશોરીથી લઈને મૈથિલી ઠાકુર અને આરજે રૌનક સુધીની અનેક યુવાન હસ્તીઓને સન્માનિત કરી.
આ એવૉર્ડ 20થી વધુ કેટેગરીમાં આપવામાં આવ્યા છે. જેમાં બેસ્ટ સ્ટોરીટેલિંગથી લઈને The Disruptor of the year, સેલિબ્રિટી ક્રિએટર ઑફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ, મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર, કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર, ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર, સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ, ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ, ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઈકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ એવોર્ડ નિર્માતા (પુરુષ અને સ્ત્રી), ફૂડ કેટેગરીમાં શ્રેષ્ઠ સર્જક, શિક્ષણ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક, ગેમિંગ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક, શ્રેષ્ઠ માઇક્રો સર્જક, શ્રેષ્ઠ નેનો સર્જક, શ્રેષ્ઠ આરોગ્ય અને ફિટનેસ સર્જક શ્રેણીઓ.
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે આ એવોર્ડ દેશના સોશિયલ મીડિયા કન્ટેન્ટ સમુદાયમાં નવીનતા અને સર્જનાત્મકતા તરફ ઉઠાવવામાં આવેલા પગલાંને સન્માન આપવા માટે છે.
જયા કિશોરી અને મૈથિલી ઠાકુરના નામે સૌથી મોટા એવોર્ડ
વાર્તાકાર જયા કિશોરીને બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે જ લોક ગાયિકા મૈથિલી ઠાકુરને કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
National Creators Award: આ ઉપરાંત મૃણાલ દબાસનું સજીવ ખેતી માટે સન્માન કરવામાં આવ્યું છે. યુટ્યુબર કામિયા જાનીનું પણ સન્માન કરવામાં આવ્યું છે. કીર્તિકા ગોવિંદાસામીને બેસ્ટ સ્ટોરીટેલિંગનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે જ આરજે રૌનકથી લઈને રણવીર અલ્હાબાદિયા સહિત અનેક સર્જકોનું સન્માન કરવામાં આવ્યું છે.
કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા?
કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર- મૈથિલી ઠાકુર
સામાજિક પરિવર્તન એવોર્ડ કેટેગરી- જયા કિશોરી
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સર્જક - ડ્રુ હિક્સ
બેસ્ટ સ્ટોરીટેલિંગ સર્જક- કીર્તિકા ગોવિંદસામી
શ્રેષ્ઠ શૈક્ષણિક સર્જક- નમન દેશમુખ
બેસ્ટ ટેક ક્રિએટર- ગૌરવ ચૌધરી
શ્રેષ્ઠ આરોગ્ય અને ફિટનેસ સર્જક - અંકિત બૈયનપુરિયા
શ્રેષ્ઠ પ્રવાસ સર્જક શ્રેણી - કામિયા જાની
ફૂડ કેટેગરીમાં શ્રેષ્ઠ સર્જક - કબિતા સિંહ
ડિસપ્ટર ઓફ ધ યર એવોર્ડ – રણવીર અલ્હાબાદિયા
સૌથી સર્જનાત્મક સર્જક (પુરુષ) - આરજે રૌનક
સૌથી સર્જનાત્મક સર્જક (સ્ત્રી) - શ્રદ્ધા
બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડ - અરિંદમન
ગેમિંગ કેટેગરીમાં શ્રેષ્ઠ સર્જક - નિશ્ચય
હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ- જાહવાની સિંહ
સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ- મલ્હાર કલમ્બે
મનપસંદ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ - પંકતિ પાંડે
સેલિબ્રિટી ક્રિએટર એવોર્ડ- અમન ગુપ્તા
`આ એવોર્ડ્સ આવનારા વર્ષોમાં મોટી ક્રાંતિ લાવશે`
પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આ પુરસ્કાર આવનાર સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર છે. આ એવોર્ડ દ્વારા યુવાનોને નવી ઓળખ મળી છે. યુવાનો આ દેશનું ભવિષ્ય છે. યુવાનોની આ તાકાત છે કે તેઓ પોતે કન્ટેન્ટ બનાવે છે, એક્ટ કરે છે, એડિટ કરે છે અને ફાઇનલ પ્રોડક્ટ રજૂ કરે છે. આનાથી અમને સમજાય છે કે તમારામાં કેટલી તાકાત છે.
પીએમ મોદીએ કહ્યું કે તમારા કન્ટેન્ટની આજે સમગ્ર ભારતમાં જબરદસ્ત અસર થઈ રહી છે. આજે લાખો લોકો ઇન્ટરનેટ પર સામગ્રી બનાવી રહ્યા છે. અમે પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું કે સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા આવી અસર થઈ શકે છે. આ એક ક્રાંતિ જેવું છે.


