મધ્ય પ્રદેશના જાણીતા કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાનું ચર્ચાસ્પદ વિધાન, છોકરીઓના પેટની નાભિ જ્યાં સુધી ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહી શકશે, કારણ કે આજના સમયમાં પહેરવેશને કારણે જ ગુના વધી રહ્યા છે.
જ્યાં સુધી છોકરીઓની નાભિ ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહેશે
મધ્ય પ્રદેશના સિરોહીના જાણીતા કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાએ મહિલાઓની સુરક્ષાના મુદ્દે એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તેઓ વિવાદના વમળમાં મુકાયા છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં સાત દિવસીય શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે શનિવારે તેમણે મહિલા-સુરક્ષાના મુદ્દે બોલતાં કહ્યું હતું કે ‘છોકરીઓના પેટની નાભિ જ્યાં સુધી ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહી શકશે, કારણ કે આજના સમયમાં પહેરવેશને કારણે જ ગુના વધી રહ્યા છે. જો તુલસીના છોડના મૂળ દેખાવા લાગે તો તુલસીનો છોડ મરી જાય છે એમ છોકરીઓની નાભિ પણ તેમના શરીરની જડ છે, એને ઢાંકીને રાખવી જોઈએ. એ જેટલી ઢંકાયેલી રહેશે એટલી છોકરીઓ સુરક્ષિત રહેશે.’




