Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફરીદાબાદમાં પંક્ચરની દુકાન ચલાવતો પાકિસ્તાની જાસૂસ નૌશાદ અલી ઝડપાયો

ફરીદાબાદમાં પંક્ચરની દુકાન ચલાવતો પાકિસ્તાની જાસૂસ નૌશાદ અલી ઝડપાયો

Published : 24 March, 2026 10:25 AM | Modified : 24 March, 2026 10:53 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે.

નૌશાદ અલીની પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા આ ગૅન્ગ સાથે જોડાયેલો હતો

નૌશાદ અલીની પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા આ ગૅન્ગ સાથે જોડાયેલો હતો


લગભગ ચાર મહિનાથી ફરીદાબાદના તિગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના નચૌલી ગામમાં પેટ્રોલ પમ્પની સામે પંક્ચરની દુકાન ચલાવતો ૨૦ વર્ષનો પાકિસ્તાની જાસૂસ નૌશાદ અલી ઝડપાયો છે. તે મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. 

નૌશાદ અલીની પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા આ ગૅન્ગ સાથે જોડાયેલો હતો અને પાકિસ્તાનસ્થિત હૅન્ડલર સાથે સીધો સંપર્કમાં હતો. તેના પાકિસ્તાની હૅન્ડલરના કહેવાથી, તેણે દેશભરમાં સુરક્ષાદળોનાં ઠેકાણાંઓ અને રેલવે-સ્ટેશનો સહિત અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાપનોની જાસૂસી કરી છે. તેણે તેના પાકિસ્તાની હૅન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવેલા વિદેશી નંબરો પર જાસૂસી દરમિયાન લીધેલા ફોટો અને વિડિયો તેમ જ ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ (GPS) લોકેશન મોકલ્યાં છે. હૅન્ડલરે તેને પ્લેસ્ટોર પરથી તેના મોબાઇલ ફોન પર એક ઍપ ડાઉનલૉડ કરવાનું કહીને આ માટે તાલીમ પણ આપી હતી.



નૌશાદ ગૅન્ગનો સૌથી મહત્ત્વપૂર્ણ ઑપરેટિવ હતો. શરૂઆતમાં જાસૂસી કર્યા પછી તેણે પાકિસ્તાની હૅન્ડલરના કહેવાથી પોતાના જેવા અન્ય જાસૂસોની ભરતી કરવાનું શરૂ કર્યું હતું. તેણે સોશ્યલ મીડિયા દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલી બીજી મહિલા મીરાનો સંપર્ક કર્યો હતો અને તેને ગૅન્ગ સાથે પરિચય કરાવ્યો હતો. તે ટેક્નિકલ જ્ઞાન ધરાવતા નાના છોકરાઓની ગરીબીનો ફાયદો ઉઠાવતો હતો અને તેમને પૈસાની લાલચ આપીને ગૅન્ગમાં સામેલ કરતો હતો. તે કોઈ ગુનાહિત રેકૉર્ડ ન ધરાવતા યુવાનોને શોધી કાઢતો હતો. તેણે મહિલાઓને પૈસાની લાલચ આપીને ગૅન્ગમાં પણ સામેલ કરી હતી, જેથી કોઈ તેના પર શંકા ન કરે.


પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ આસામમાં ઍરફોર્સના સિવિલિયન કર્મચારીની ધરપકડ


આસામના ચાબુઆમાં આવેલા અૅરફોર્સ સ્ટેશનના સિવિલિયન કર્મચારી સુમિત કુમારને ગઈ કાલે જયપુરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આસામના ચાબુઆમાં ઍરફોર્સ સ્ટેશનના ૩૬ વર્ષના કર્મચારી સુમિત કુમારની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે તે ૨૦૨૩થી પાકિસ્તાની હૅન્ડલર્સ સાથે સંપર્કમાં હતો અને પૈસાના બદલામાં લશ્કરી ઠેકાણાંઓની વિગતો સહિતની સંવેદનશીલ માહિતી શૅર કરતો હતો. તેણે પાકિસ્તાની હૅન્ડલર્સ સાથે તેના નામે અપાયેલા નંબર પર સોશ્યલ મીડિયા અકાઉન્ટ બનાવવામાં પણ મદદ કરી હતી. જાન્યુઆરી ૨૦૨૬માં જેસલમેરના રહેવાસી ઝાબરા રામની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં સુમિત કુમારનું નામ બહાર આવ્યું હતું. સુમિત કુમાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના લાહુરપરના રહેવાસી બેની માધવનો દીકરો છે અને આસામના દિબ્રૂગઢના ઍરફોર્સ સ્ટેશન ચાબુઆમાં કાર્યરત હતો. 

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 10:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK