અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો
અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો
શનિવારે સવારે જમ્મુ-કશ્મીરમાં હવામાન પ્રતિકૂળ બનતાં અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૩,૧૪,૫૮૪ લોકો અમરનાથ બાબાનાં દર્શન કરી ચૂક્યા છે.
શનિવારે સવારે જમ્મુમાં ભગવતી નગર પાસે યાત્રા રોકી દેવામાં આવી હતી કારણ કે આગળ હવામાન પ્રતિકૂળ હતું. હાલ જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પણ બંધ છે એટલે તકલીફ વધવાની શક્યતા હતી. શુક્રવારે પણ યાત્રા રોકવી પડી હતી એટલે યાત્રી નિવાસમાં ભારે ભીડ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ
વહીવટી અધિકારીએ કહ્યું હતું કે અમારે યાત્રીઓની શ્રદ્ધા ઉપરાંત એમની સલામતીનો પણ વિચાર કરવો પડે છે એટલે ન છૂટકે યાત્રા રોકવી પડે છે. કેટલાક યાત્રીઓ હતાશ થઈને નારાજીના સૂર વ્યક્ત કરે છે પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી.

