બાળલગ્નો અને બાળતસ્કરી વિરુદ્ધની લડાઈ પર નકારાત્મક અસર ની દલીલ કાયદાપંચ દ્વારા કરાઈ
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ કાયદાપંચે પૉક્સો (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ) ઍક્ટ હેઠળ સંમતિથી સંબંધ બાંધવાની લઘુતમ વય ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ ન કરવાની કેન્દ્ર સરકારને સલાહ આપી હતી. કાયદા પંચે એના માટે દલીલ કરી હતી કે એનાથી બાળલગ્નો અને બાળતસ્કરી વિરુદ્ધની લડાઈ પર નકારાત્મક અસર થશે.
જોકે કાયદા પંચે જણાવ્યું હતું કે એવા મામલામાં સ્થિતિને સુધારવા માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી હોવાનું એ માને છે જેમાં ૧૬થી ૧૮ વર્ષનાં છોકરા-છોકરીઓ કદાચ સ્પષ્ટ રીતે કશા માટે હા કે ના ન પાડે, પરંતુ તેમની ઍક્શન કે સિગ્નલને હા સમજી લેવામાં આવે. કાયદા પંચે સજેસ્ટ કર્યું છે કે આવા કેસોમાં શું કરવું જોઈએ એના વિશેનો નિર્ણય જજોએ લેવો જોઈએ.
કાયદા પંચે પૉક્સો ઍક્ટ હેઠળ સંમતિની વય માટેનો એનો રિપોર્ટ કાયદા મંત્રાલયને સોંપ્યો છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડે પૉક્સો ઍક્ટ હેઠળ સંમતિની વયના સંબંધમાં ચિંતાઓ અને સવાલોનો ઉકેલ લાવવા સંસદને જણાવ્યું હતું.
એક દેશ, એક ચૂંટણી માટે ફૉર્મ્યુલા નક્કી થઈ રહી છે
કાયદા પંચ ૨૦૨૯થી લોકસભાની ચૂંટણીઓની સાથે જ તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટે એક ફૉર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. જેના માટે
રાજ્યોની વિધાનસભાની મુદતને વધારી કે ઘટાડવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે પહેલાં જ ‘એક દેશ, એક ચૂંટણી’ની શક્યતાઓ ચકાસવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના
કરી છે.


