વડા પ્રધાન બધા નેતાઓને એક-એક કરીને મળ્યા હતા અને બધા પાસેથી તેમનો અનુભવ કેવો રહ્યો એ જાણ્યું હતું
ગ્રુપ-ફોટો
રાજકારણમાં સામાન્ય રીતે મતભેદોની દીવાલ બહુ ઊંચી હોય છે, પરંતુ જ્યારે વાત વતનના સ્વાભિમાન અને સુરક્ષાની છે દરેક પક્ષના તમામ નેતા એક થઈ ગયા છે. ઑપરેશન સિંદૂર અંતર્ગત દુનિયામાં પાકિસ્તાનને બેનકાબ કરીને પાછા આવેલા તમામ પક્ષોના સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો અને વરિષ્ઠ નેતાઓ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
ADVERTISEMENT
આ ગ્રુપ-ફોટોમાં સત્તાપક્ષ, વિપક્ષના વરિષ્ઠ રાજકારણીઓ એકસાથે ઊભા છે અને દરેકના ચહેરા પર સંતોષ અને સન્માનની ચમક છે. વડા પ્રધાન બધા નેતાઓને એક-એક કરીને મળ્યા હતા અને બધા પાસેથી તેમનો અનુભવ કેવો રહ્યો એ જાણ્યું હતું.

