Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભૂસ્ખલન વચ્ચે ૭ મહિનાના બાળકને બચાવતો દેવદૂત જોઈ લો

ભૂસ્ખલન વચ્ચે ૭ મહિનાના બાળકને બચાવતો દેવદૂત જોઈ લો

Published : 25 July, 2026 09:15 AM | IST | himachal pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌથી ભાવનાત્મક દૃશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે ઉપરથી સતત પથ્થરો પડી રહ્યા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


હિમાચલ પ્રદેશના ચંબામાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થતાં રસ્તાઓ બ્લૉક થઈ ગયા હતા. એવા સમયે ઑક્સિજન સપોર્ટ પર રહેલું ૭ મહિનાનું બાળક તેના પરિવાર સાથે રસ્તામાં ફસાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ટીમના સભ્યએ સમય બગાડ્યા વિના બાળકને પોતાના ખોળામાં ઉપાડીને પૅટ્રોલિંગ વાહનમાં બેસાડીને સુરક્ષિત રીતે હૉસ્પિટલ પહોંચાડ્યું હતું. એ જ સમયે એક મહિલા દરદીની ઍમ્બ્યુલન્સ પણ રસ્તો બ્લૉક થવાને કારણે ફસાઈ હતી. NHAI ટીમે તેને પણ કાળજીપૂર્વક બીજી બાજુ પાર્ક કરેલી ઍમ્બ્યુલન્સમાં પહોંચાડી હતી, જ્યાંથી તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.
સૌથી ભાવનાત્મક દૃશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે ઉપરથી સતત પથ્થરો પડી રહ્યા હતા અને NHAIનો કર્મચારી બાળકને સુરક્ષિત રીતે લઈ જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને દોડી રહ્યો હતો. 

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનઃ તાતા સુમો પર પડ્યા પથ્થરો, ૧૩ જણે જીવ ગુમાવ્યા



હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહૌલ-સ્પીતિમાં ગઈ કાલે તાતા સુમો ટૅક્સી પથ્થરોના કાટમાળ નીચે દબાઈ જતાં મુસાફરી કરી રહેલા ૧૫માંથી ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં ૬ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 09:15 AM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK