મૌલાનાઓએ પણ મેહબૂબાની ટીકા કરી છે.

જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ પૂંચ જિલ્લામાં બુધવારે નવગ્રહ મંદિરમાં પૂજા કરી હતી. તેમણે શિવલિંગને જળાભિષેક પણ કર્યો હતો
મુફ્તી ચારે બાજુથી ટાર્ગેટ પર
જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ પૂંચ જિલ્લામાં બુધવારે નવગ્રહ મંદિરમાં પૂજા કરી હતી. તેમણે શિવલિંગને જળાભિષેક પણ કર્યો હતો. જોકે બીજેપીએ મંદિરનાં દર્શનને નાટક ગણાવ્યું છે. બીજી તરફ મૌલાનાઓએ પણ મેહબૂબાની ટીકા કરી છે.
સ્પાઇસ જેટના બે પાઇલટ્સને ફરજ પરથી દૂર કરાયા
નવી દિલ્હી : ફ્લાઇટ દરમ્યાન કૉકપિટના સેન્ટર કૉન્સોલ પર પીણાના કપ રાખવાને કારણે પૂછપરછનો સામનો કરી રહેલા સ્પાઇસ જેટના બે પાઇલટ્સને તપાસ બાકી રહેતાં ફરજ પરથી દૂર કરાયા છે. પીણાના છાંટા ઊડવાથી ઍરક્રાફ્ટની સલામતી પર સમસ્યા ઊઠવાની શક્યતા હોય છે.
આ ઘટના દિલ્હી-ગુવાહાટી ફ્લાઇટમાં આઠમી માર્ચના બની હતી તથા ઍરલાઇન્સે બીજા દિવસે પાઇલટ અને ફર્સ્ટ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. કૉકપિટની અંદર ખોરાકના વપરાશ માટે એક કડક નીતિનું પાલન કરવામાં આવે છે એમ જણાવતાં સ્પાઇસ જેટના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે તપાસ પૂરી થયા બાદ આ પાઇલટ્સ વિરુદ્ધ શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવશે.
આને કહેવાય મહિલા સશક્તીકરણ
ભોપાલમાં ગઈ કાલે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની વિમેન બાઇકર્સ રૅલી દરમ્યાન એક ડેરડેવિલ શોમાં પર્ફોર્મ કરી રહેલી સીઆરપીએફની મહિલા વીરાંગનાઓ.