Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવજોત સિંહ સિધુના દાવા સામે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ માગ્યા પુરાવા ૮૫૦ કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી

નવજોત સિંહ સિધુના દાવા સામે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ માગ્યા પુરાવા ૮૫૦ કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી

Published : 29 November, 2024 11:40 AM | Modified : 29 November, 2024 11:41 AM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિધુએ કહ્યું હતું કે લીંબુપાણી, હળદર અને લીમડાથી પત્નીનું ચોથા સ્ટેજનું કૅન્સર મટી ગયું

નવજોત સિંહ સિધુ

નવજોત સિંહ સિધુ


પત્ની નવજોત કૌરનું ચોથા સ્ટેજનું કૅન્સર આયુર્વેદિક દવાઓથી મટી ગયું હોવાનો દાવો કર્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુ ભારે કાનૂની દાવપેચમાં ફસાયો છે. સિધુએ પ્રેસ-કૉન્ફરન્સમાં ડાયટ અને લાઇફસ્ટાઇલમાં બદલાવથી કૅન્સર મટાડી દીધાનો દાવો કર્યો હતો. તાતા મેમોરિયલ હૉસ્પિટલે આ દાવાને ફગાવી દીધો છે અને લોકોને આવું ન કરવાની સલાહ આપી છે ત્યારે હવે છત્તીસગઢની સિવિલ સોસાયટીએ સિધુ પાસે આ માટેના પુરાવા માગ્યા છે અને એ પુરવાર ન કરે તો ૮૫૦ કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી છે.


આ સોસાયટીના કન્વીનર ડૉ. કુલદીપ સોલંકીએ કહ્યું હતું કે ‘નવજોત સિધુએ ૪૦ દિવસમાં ચોથા સ્ટેજના કૅન્સરને આયુર્વેદિક દવાઓથી મટાડી દેવાના કરેલા દાવાથી દેશ-વિદેશના કૅન્સરના દરદીઓમાં ભ્રમ ફેલાયો છે અને ઍલોપથી દવાઓમાંથી તેમનો વિશ્વાસ ઊઠી ગયો છે. સિધુએ આ નોટિસ મળ્યાના સાત દિવસમાં તેની પાસે રહેલા દસ્તાવેજો રજૂ કરવા પડશે અથવા માફી માગવી પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે ૧૦૦ મિલ્યન ડૉલર (આશરે ૮૫૦ કરોડ રૂપિયા)નો દાવો માંડવામાં આવશે.’



તાતા હૉસ્પિટલે શું કહ્યું હતું?


નવજોત સિંહ સિધુના દાવા બાદ તાતા મેમોરિયલ હૉસ્પિટલે ઍડ્વાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે ‘હળદર, લીમડો અને ડાયટમાં બદલાવથી કૅન્સરની સારવાર શક્ય નથી. આવા દાવાને સમર્થન આપતો કોઈ વૈજ્ઞાનિક ડેટા ઉપલબ્ધ નથી. કૅન્સર થાય ત્યારે ઍલોપથી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2024 11:41 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK