બિકાનેરની આસપાસનાં દરેક ગામમાં સ્થાનિક જળાશયો બનાવવા ઉપરાંત એનું સંવર્ધન સારી રીતે થાય એ માટે જળાશયોના કિનારે વૃક્ષારોપણનો કાર્યક્રમ મોટા પાયે હાથ ધરવામાં આવ્યો છે.
જળ સંરક્ષણ માટે વૃક્ષારોપણ
રાજસ્થાનનાં અનેક ગામડાંઓમાં ‘મારું ગામ મારું પાણી’ નામનું અભિયાન શરૂ થયું છે. બિકાનેરની આસપાસનાં દરેક ગામમાં સ્થાનિક જળાશયો બનાવવા ઉપરાંત એનું સંવર્ધન સારી રીતે થાય એ માટે જળાશયોના કિનારે વૃક્ષારોપણનો કાર્યક્રમ મોટા પાયે હાથ ધરવામાં આવ્યો છે. આ સમગ્ર મિશનનું નામ છે ‘વંદે ગંગાજળ સંરક્ષણ અભિયાન.’
જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં
ADVERTISEMENT
અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા માટે પુરીમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ત્રણ રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથ જેના પર બિરાજે છે એને નંદીઘોષ રથ કહેવાય છે જે ૧૬ પૈડાંનો અને ૪૫ ફુટ ઊંચાઈનો હોય છે. બલભદ્રજી માટેનો ૧૪ પૈડાંનો અને દેવી સુભદ્રા માટે ૧૨ પૈડાંનો રથ બને છે. લીમડા, ફસ્સી અને સરાયનાં લાકડાંમાંથી બનતા આ રથમાં એક પણ ખીલા કે મેટલની ધાતુનો ઉપયોગ નથી થતો.

