Meta Data Centre: મેટા કંપની તેનું પ્રથમ ઈન્ડિયા ડેટા સેન્ટર ભાચેન્નાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેમ્પસમાં સ્થાપશે. ભારતમાં ફેસબુકના 314 મિલિયન યુઝર્સ છે
માર્ક ઝકરબર્ગ અને મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ડેટા સેન્ટરનો હેતુ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં સ્થાનિક સ્તરે કન્ટેન્ટ પેદા કરવુ
- સોશિયલ મીડિયા જાયન્ટ મેટા હાલમાં વિશ્વભરમાં 22 ડેટા સેન્ટર ધરાવે છે
- ભારતમાં યુઝર્સની સૌથી વધુ સંખ્યા છે
મેટા કંપની તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે મેટા કંપની તેનું પ્રથમ ડેટા સેન્ટર (Meta Data Centre) ચેન્નાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેમ્પસમાં સ્થાપશે. ભારતમાં ફેસબુકના 314 મિલિયન યુઝર્સ છે, અને ઇન્સ્ટાગ્રામના 350 મિલિયન અને વોટ્સએપના 490 મિલિયન યુઝર્સ છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા તેના યુનાઇટેડ સ્ટેટ્સ કરતા લગભગ બમણી છે. ત્યારે આ ડેટા ડેન્ટર જ્યારે ભારતમાં ઊભું કરવામાં આવનાર છે તે સમાચાર મોટા કહી શકાય.
શું છે આ ડેટા સેન્ટરનો હેતુ?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મેટાનાં આ ડેટા સેન્ટર (Meta Data Centre)નો હેતુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં સ્થાનિક સ્તરે કન્ટેન્ટ પેદા કરવાનો છે. તાજેતરમાં જ માર્ક ઝકરબર્ગની આગેવાની હેઠળની આ કંપનીએ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં આ મુદ્દે ચર્ચા કરી હતી.
મેટા કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન તાજેતરમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટનાં પ્રિ-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યા હતા.
એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલ્ટનાં સંયુક્ત સાહસે ચેન્નાઈના અંબત્તુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 10 એકરનું MAA10 કેમ્પસ 100 મેગાવોટ (MW) સુધીના આઈટી લોડને હેન્ડલ કરી શકવા સમર્થ છે.
અત્યારે તો સિંગાપોરમાં ભારતીય યુઝર્સનાં ડેટાનું સંચાલન થઈ રહ્યું છે
મેટા કંપની તેના સૌથી મોટા માર્કેટમાં ડેટા પ્રોસેસિંગને વધુ ને વધુ ઝડપી બનાવીને દેશમાં વિવિધ સ્થળોએ ચારથી પાંચ નોડ્સનું સંચાલન કરશે તેવા એંધાણ છે. સોશિયલ મીડિયા જાયન્ટ મેટા હાલમાં વિશ્વભરમાં 22 ડેટા સેન્ટર (Meta Data Centre) ધરાવે છે. મેટા પ્રોડક્ટ્સના ભારતીય વપરાશકર્તાઓ પરના ડેટાનું સંચાલન સિંગાપોરમાં થાય છે, જે સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્ર માટે કંપનીનું એકમાત્ર કેન્દ્ર છે.
ટેક્નોલોજી રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના પાર્ટનર નીલ શાહ જણાવે છે કે, "મેટા કંપની એ ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી એનસીઆર સહિતના મુખ્ય પ્રદેશોમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર્સનું લક્ષ્ય રાખી રહ્યું છે. આ ડેટા સેન્ટર (Meta Data Centre) એ માટે કે જે થકી તે ફાઈબરથી પાવર સુધી તેની મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પૂરી કરી શકે”
તેઓ આગળ ઉમેરે છે કે ભારતમાં યુઝર્સની સૌથી વધુ સંખ્યા હોવા છતાં, જો તમે ઇન્સ્ટોલ કરેલા સ્માર્ટફોન યુઝરને જુઓ તો તે હજુ પણ અન્ડરપેનિટ્રેટેડ છે. જે 850 મિલિયનની નજીક છે. યુઝર-જનરેટેડ કન્ટેન્ટ અને જાહેરાતોનું સ્થાનિકીકરણ કરવાનો પ્રયાસ કરવો એ એક સમજદાર વ્યૂહરચના કહી શકાય. કારણકે આમ કરવામાં આવે તો તેના થકી લેટન્સી ઘટે છે. તેમ જ AI-આધારિત ભલામણોને વધુ અવકાશ મળી રહે છે. જે સિંગાપોર અને અન્ય હબમાંથી ટ્રાન્સમિશન ખર્ચમાં પણ બચત કરશે.