મુસ્કાન પાસે ફક્ત એક સરકારી વકીલ છે, એથી તે પોતાનો કેસ જાતે લડવાની છે. હાલમાં મુસ્કાન પ્રેગ્નન્ટ છે.
પ્રતીકાત્મક તસવીર
પતિ સૌરભ રાજપૂતની હત્યા કરીને તેના શરીરને ડ્રમમાં ભરી દેનારી મેરઠની મુસ્કાન રસ્તોગીને હવે પોતાનો કેસ જાતે લડવો છે અને એના માટે તે બૅચલર ઑફ લૉ (LLB)નો અભ્યાસ કરીને વકીલ બનવા માગે છે. મુસ્કાને જેલ-પ્રશાસનને શિક્ષણની માગણી કરતો પત્ર લખ્યો છે. મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ છેલ્લા ૭૫ દિવસથી જેલમાં છે. જેલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વિરેશ રાજ શર્માના જણાવ્યા અનુસાર સાહિલની દાદી અને ભાઈ તેને મળવા આવ્યાં હતાં. તેઓ સાહિલ માટે પ્રાઇવેટ વકીલ રાખવાની વાત કરી રહ્યા છે. મુસ્કાનનાં માતા-પિતા કે કોઈ નજીકના સંબંધી તેને મળવા આવતાં નથી. મુસ્કાન સમજી ગઈ છે કે તેનો પરિવાર તેના માટે દલીલ કરશે નહીં અને કોઈ તેનો કેસ લડશે નહીં. મુસ્કાન પાસે ફક્ત એક સરકારી વકીલ છે, એથી તે પોતાનો કેસ જાતે લડવાની છે. હાલમાં મુસ્કાન પ્રેગ્નન્ટ છે.


