આગ ઓલવવા માટે ફાયર-બ્રિગેડને પહોંચવામાં વાર લાગતી હોય છે. જોકે અત્યાધુનિક સાધનોથી સજ્જ આ મોટરબાઇકથી સાંકડી ગલીઓમાં થઈને આગના સ્થળે ઝડપથી પહોંચી શકાશે.
મણિપુર ફાયર-સર્વિસે ઝડપથી આગ બુઝાવવા માટે પહોંચી જઈ શકાય એવી હાઇટેક મોટરબાઇક તૈયાર કરી
શહેરના ગીચ વિસ્તારોમાં જ્યાં ફાયર-બ્રિગેડની ગાડીને પહોંચવામાં સમય લાગે છે ત્યાં મણિપુર ફાયર-સર્વિસે ઝડપથી આગ બુઝાવવા માટે પહોંચી જઈ શકાય એવી હાઇટેક મોટરબાઇક તૈયાર કરી છે. આ બાઇકમાં ૪૦ લીટરની વૉટર-ટૅન્ક, એક સ્પ્રે-ગન અને બે કિલોનું ફાયર-એક્સ્ટિંગ્વિશર હોય છે. મણિપુરના ઇમ્ફાલમાં જ્યાં હેવી ટ્રૅફિકવાળી જગ્યાઓ હોય છે ત્યાં આગ ઓલવવા માટે ફાયર-બ્રિગેડને પહોંચવામાં વાર લાગતી હોય છે. જોકે અત્યાધુનિક સાધનોથી સજ્જ આ મોટરબાઇકથી સાંકડી ગલીઓમાં થઈને આગના સ્થળે ઝડપથી પહોંચી શકાશે.

