જીવ ગુમાવનારાઓનાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના અર્દલા ગામમાં દશેરાના દિવસે મા દુર્ગાની મૂર્તિઓના વિસર્જન દરમ્યાન એક અકસ્માત થયો હતો. એક ટ્રૅક્ટર-ટ્રૉલી તળાવમાં પડવાથી ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એમાં મોટા ભાગનાં બાળકો હતાં. અકસ્માત સમયે તળાવ પર ભારે ભીડ હતી. લોકો ડૂબી રહ્યા હતા અને ચોમેર બચાવો-બચાવો ચિલ્લાઈ રહ્યા હતા ત્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમે તરત જ બચાવકાર્ય હાથ ધર્યું હતું. એમ છતાં ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જીવ ગુમાવનારાઓનાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં.


