Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી- પત્ની સાથે અકુદરતી સેક્સ રેપ નથી

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી- પત્ની સાથે અકુદરતી સેક્સ રેપ નથી

05 May, 2024 09:28 AM IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભલે પછી એ અકુદરતી સેક્સ હોય. એટલું જ નહીં, આ પ્રકારના જાતીય સંબંધમાં પત્નીની સહમતીનું પણ કોઈ મહત્ત્વ નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મધ્ય પ્રદેશની હાઈ કોર્ટે એક કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે ‘પતિ દ્વારા પત્ની સાથે કોઈ પણ પ્રકારના સેક્સને રેપ માની શકાય નહીં, ભલે પછી એ અકુદરતી સેક્સ હોય. એટલું જ નહીં, આ પ્રકારના જાતીય સંબંધમાં પત્નીની સહમતીનું પણ કોઈ મહત્ત્વ નથી.’

આ કેસમાં એક મહિલાએ પતિ પર અકુદરતી શારીરિક સંબંધ બાંધવા બદલ કેસ કર્યો હતો. પતિએ પોલીસ-ફરિયાદને જ હાઈ કોર્ટમાં ચૅલેન્જ કરી હતી, જેમાં જણાવાયું હતું કે અમે બન્ને પતિ-પત્ની હોવાથી ઇન્ડિયન પીનલ કૉડ (IPC)ની કલમ ૩૭૭ હેઠળ અકુદરતી જાતીય સંબંધ ગુનો નથી. IPCની કલમ ૩૭૫ મુજબ કોઈ પણ પ્રકારની જાતીય સતામણી બળાત્કાર માનવામાં આવે છે. જોકે આ કલમમાં નોંધાયેલા અપવાદ અનુસાર પતિ જો ૧૫ વર્ષથી વધુ વયની પત્ની સાથે કોઈ પણ પ્રકારનો જાતીય સંબંધ બાંધે તો એને બળાત્કાર માની શકાય નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 09:28 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK