Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Live Lok Sabha Election 2019: PM મોદી પહોંચ્યા ભાજપ કાર્યાલય

Live Lok Sabha Election 2019: PM મોદી પહોંચ્યા ભાજપ કાર્યાલય

23 May, 2019 07:02 PM IST |

Live Lok Sabha Election 2019: PM મોદી પહોંચ્યા ભાજપ કાર્યાલય

ફરી એકવાર, મોદી સરકાર(તસવીર સૌજન્યઃ jagran.com)

ફરી એકવાર, મોદી સરકાર(તસવીર સૌજન્યઃ jagran.com)


GujaratiMidday.com :

-વડાપ્રધાન મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા છે.



-સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. આવતા અઠવાડિયા મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાય શકે છે.


-ગોરખપુરથી રવિ કિશનની જીત.

-બેગુસરાયમાં ગીરિરાજ સિંહની જીત થઈ છે.


-કોંગ્રેસે રાહુલ ગાંધી રાજીનામું આપવાના હોવાની વાતથી ઈન્કાર કર્યો છે.

-જીત બાદ વડાપ્રધાન મોદીએ તમામ લોકોને પોતાના નામ આગળથી ચોકીદાર હટાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો.

-પ્રિયંકા ગાંધીએ પરિણામો પર પ્રતિક્રિયા આપતા તેનો સ્વીકાર કર્યો છે.

-સાત રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા.

-રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

-તમિલ સુપરસ્ટાર રજનીકાંતે વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી છે.

-વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ટ્વીટ કરી જનતા, કાર્યકર્તા અને સાથી પક્ષોનો આભાર માન્યો.

-પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફોન કરીને વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી. સાથે કહ્યું કે તેમની સાથે મળીને દક્ષિણ એશિયામાં શાંતિ માટે કામ કરવા માંગીશું.

-અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાછવી.   

-સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીથી 22 હજાર મતોથી આગળ.

-સની દેઓલ 5 લાખ 47 હજાર કરતા વધુ મતોથી આગળ.

-26 તારીખે મોદી સરકારની રચના થઈ શકે છે.

-કોંગ્રેસના શીલા દીક્ષિત સહિતના નવ જેટલા પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી હારી રહ્યા છે.

-હિમાચલ પ્રદેશમાં ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે ભાજપ.

-આવતીકાલે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળશે.

-ચીન, જાપાન અને માલદિવ્સના પ્રમુખે વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી.

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશની જનતાનો આભાર માન્યો છે.

 

-ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપ અને નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપી છે.

-અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પરિણામો પર કહ્યું કે હું ગોપાલ શેટ્ટીને અભિનંદન આપું છું. પરંતુ અમે ઈવીએમમાં કેટલીક ગરબડ જોઈ છે. અમે તેનો રિપોર્ટ બનાવીને ચૂંટણી પંચને સોંપીશું.

-અમેઠીથી રાહુલ ગાંધી 19 હજાર વોટથી પાછળ. 11 માંથી એક પણ રાઉન્ડમાં રાહુલ ગાંધી આગળ નથી.

-પોર્ટુગલના વડાપ્રધાને PM મોદીને વધામણી આપી.

-વડાપ્રધાન મોદી 28 તારીખે વારાણસી જશે. કાશી વિશ્વનાથના દર્શન કરશે.

-એકતરફ સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે ટક્કર જોવા મળી છે ત્યારે રાહુલ ગાંધીને વાયનાડથી રાહત મળી છે. રાહુલ ગાંધીએ વાયનાડથી જીત મેળવી છે.

-ગોરખપુરથી રવિ કિશન 2 લાખ 80 હજાર કરતા વધુ મતોથી આગળ છે.

-સોનિયા ગાંધી રાયબરેલીથી આગળ ચાલી રહ્યા છે.

-ચૂંટણીના પરિણામો વચ્ચે અમિત શાહ ભાજપ કાર્યાલય પહોંચ્યા છે.

-મહેબૂબા મુફ્તીની અનંતનાગથી હાર.

-રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે.

-ઉજવણી વચ્ચે ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. નાણામંત્રી જેટલીને એઈમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

-દેશભરમાં ભાજપના કાર્યકર્ચાઓએ જશ્ન મનાવી રહ્યા છે. ભાજપ કાર્યકર્તાઓ સાથે સાથે સામાન્ય લોકો રસ્તા પર ઉતરીને જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે.

કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 4:00 વાગે પ્રેસ કૉન્ફરન્સ સંબોધશે

બપોર 1.00 વાગ્યા સુધીમાં ભાજપના પક્ષમાં 343 બેઠક જતી જોવા મળી રહી છે જ્યારે કૉન્ગ્રેસના પક્ષમાં 91 અને અન્યના પક્ષમાં 108 સીટ જતી જોવા મળી રહી છે.

શ્રીલંકાના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ લખનઉ બેઠક પરથી 1.64 લાખ અને વી.કે સિંહ ગાઝિયાબાદથી 1.5 લાખ વોટથી આગળ

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આગળ આ સાથે જ તેમની પત્ની ડિમ્પલ યાદવ પણ પોતાની સીટ પર આગળ ચાલી રહ્યા છે.

અમેઠીની બેઠક પર સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચેની ટક્કર વધારે રસપ્રદ જોવા મળી રહી છે. અમેઠીની બેઠક પર ફરી એકવાર સ્મૃતિ ઈરાની આગળ છે.

ઓમર અબ્દુલ્લાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાજપની સંસદીય દળની બેઠક આજે થશે જેમા નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી 1.63 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.

બોલીવૂડ સ્ટાર્સ જે લડી રહ્યા છે ચૂંટણી

હેમા માલિની ભાજપ તરફથી ઉમેદવાદ છે અને આગળ ચાલી રહ્યા છે.
ગૌતમ ગંભીર ભાજપ તરફથી ઉમેદવાર છે અને આગળ ચાલી રહ્યા છે.
જયા પ્રદા રામપુરની સીટ પરથી આઝમ ખાનથી પાછળ
ઉર્મિલા માતોડકર ભાજપના ગોપાલ શેટ્ટીથી પાછળ.

પાટલીપુત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી મિસા ભારતી આગળ ચાલી રહી છે.

ભોપાલથી આગળ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે,'નિશ્ચિમ મારો જ વિજય થશે. મારા વિજયમાં ધર્મનો વિજય થશે, અધર્મનો નાશ થશે. હું ભોપાલની જતનાની આભારી છું.'

ગુજરાતની ભાજપની પરંપરાગત સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ 2.50 મતોથી આગળ ચાલી રહ્યા છે.

ભાજપ બહુમતિ તરફ, વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઝીલ્યું લોકોનું અભિવાદન.

રાહુલ ગાંધી ફરી એકવાર સ્મૃતિ ઈરાની 6727 મતોથી આગળ

યુપીના સુલ્તાનપુરથી મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે.

શરુઆતી રુઝાનમાં પંજાબમાં કૉન્ગ્રેસ 9 બેઠક પર આગળ 

લોકસભા ચૂંટણી 2019માં અત્યાર સુધી 12 રાજ્યોમાં કૉન્ગ્રેસ ખાતુ પણ ખોલી શક્યું નથી

પ્રિયંકા ગાંધી કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા.

વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70,000 કરતા પણ વધારે મતથી આગળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બીજેપી 295 સીટો પર આગળ આગળ ચાલી રહ્યું છે.

કૉન્ગ્રેસના જ્યોતિરાવ સિંધિયા ગુના બેઠકથી 18,000 મતોથી આગળ ચાલી રહ્યા છે.

લોકસભા બેઠક પર પહેલી વાર ચૂંટણી લડી રહેલી ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર આગળ ચાલી રહ્યા છે.

અમેઠીમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

નરેન્દ્ર મોદી સાંજે 5 વાગે ભાજપના મુખ્ય કાર્યાલય જશે જ્યા 25,000 જેટલા કાર્યકર્તા હાજર રહી શકે છે.

ચંદીગઢથી ભાજપના ઉમેદવાર અને અનુપમ ખેરના પત્ની કિરણ ખેર આગળ ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુંબઈની તમામ 6 સીટો પર શિવસેના આગળ ચાલી રહી છે.

કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે વાયનાડ પર પણ ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ પર 1,00,000 મતોથી આગળ ચાલી રહ્યા છે.

ભોપાલ બેઠક પર ભાજપની સાધ્વી પ્રજ્ઞા સામે દિગ્વિજય સિંહ પાછળ ચાલી રહ્યા છે

શરુઆતી 542 બેઠકો પર રુઝાન આવી ગયા છે જેમા એનડીએ 339 સીટ, કૉન્ગ્રેસ 101 અને અન્યને 102 બેઠક મળતી જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશ વિધાનસભામાં હાર પછી ભાજપ લોકસભાની 29 સીટોમાંથી 27 પર આગળ ચાલી રહ્યું છે.

 બિહારના પટના સાહિબથી બીજેપીના ઉમેદવાર રવિશંકર પ્રસાદ આગળ ચાલી રહ્યા છે. કૉન્ગ્રેસ ઉમેદવાદ શત્રુઘ્ન સિન્હા પાછળ

અમેઠીમાં ફરી એકવાર ભાજપના સ્મૃતિ ઈરાની 1,000 વોટથી આગળ નિકળ્યા છે. દિલ્હીમાં શીલા દિક્ષિત પાછળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા પ્રમાણે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સુકાનીમાં ભાજપ 277 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

દિલ્હીમાં 7માંથી 6 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે 1 બેઠક કૉન્ગ્રેસના ખાતામાં જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.  દિલ્હીમાં 'આપ'ના નામે એક પણ બેઠક જોવા મળતી નથી

ગુરુદાસપુરથી બોલિવૂડ સ્ટાર અને ભાજપના ઉમેદવાર સની દેઓલ આગળ ચાલી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપ 251 બેઠક પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કૉન્ગ્રેસ 51 સીટો પર આગળ ચાલી રહી છે. સોનિયા ગાંધી રાયબરેલીથી 7,000 મતોથી આગળ ચાલી રહ્યા છે.

લોક સભા ઇલેક્શનમાં મત ગણતરીમાં ભાજપ અને તેના સાથી પક્ષો 300 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે ભાજપે આ વખતે 300+ નો મેજીક આકંડા સાથે જીત વ્યક્ત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ 99 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.


ગુજરાતમાં હાલ 24 બેઠકો પર આગળ છે. ગુજરાતમાં કુલ 26 બેઠક છે. ત્યારે ગુજરાતમાં ભાજપ પોતાની મજબુત પકડ જમાવી રહ્યું છે. જોકે જોવાનું એ છે કે કોંગ્રેસ આ 24 બેઠકોમાંથી કેટલી બેઠક પડાવી શકે છે.



લોકસભા ચૂંટણી પરિણામ 2019 (Lok sabha Election 2019) ની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. દેશની જનતા પણ આજના પરીણામોને લઇને આતુરતાથી રાહ જોઇ રહી છે. ત્યારે જનતા પણ રાહ જોઇ રહી છે કે આગામી 5 વર્ષ માટે કોણ સરકરા બનાવશે.? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસ તે આજે ખ્યાલ આવી જશે.


શાંતી જણવાઇ રહે તે માટે ગૃહ મંત્રાલયે રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો
મત ગણતરીના દિવસે રાજ્યમાં શાંતી જણવાઇ રહે તે માટે તાકીદ કરી છે. જેને પગલે ગૃહ મંત્રાલયે રાજ્યોના પ્રમુખ સચિવો અને ડીજીપીને પત્ર લખી રાજ્યોમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ બની રહે તેવા આદેશ પણ આપ્યાં છે. આદેશ આપતા લખ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવે. જ્યાં મતગણતરી થઈ રહી છે તે જગ્યાએ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે. ગૃહ મંત્રાલયે આ નિર્ણય 
EVM પર ઉઠાવવામાં આવતા સવાલો અને વોટની ગણતરી દરમિયાન હિંસાની ધમકીઓ વચ્ચે લીધો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 07:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK