નવા વર્ષે લોકો આગરાના કબ્રસ્તાનને બદલે અયોધ્યા અને વૃંદાવન જઈ રહ્યા છે એ શું સૂચવે છે? કુમાર વિશ્વાસ આપે છે જવાબ
અયોધ્યા રામ મંદિર
વિખ્યાત કવિ, કથાકાર, વક્તા તથા આમ આદમી પાર્ટીના માધ્યમથી રાજકારણમાં જઈને અને ત્યાંથી નાસીપાસ થઈને પાછા ફરેલા કુમાર વિશ્વાસે બહુ સરસ વાત કહી છે. થોડા દિવસથી આપણે સમાચારો જોઈ-વાંચી રહ્યા છીએ કે અયોધ્યા, કાશી, વૃંદાવનનાં યાત્રાધામોમાં નવા વર્ષ નિમિત્તે કેવો ધસારો થઈ રહ્યો છે. આ જ સંદર્ભમાં કુમાર વિશ્વાસે તાજેતરમાં એક ઇવેન્ટમાં કહ્યું, ‘નવા વર્ષ પહેલાં પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે યુવાનો આગરાના એક પ્રસિદ્ધ કબ્રસ્તાનને જોવા જવાને બદલે અયોધ્યા અને વૃંદાવન જેવાં ધાર્મિક સ્થળો તરફ જઈ રહ્યા છે. આ બદલાવ સમાજમાં સ્વાભાવિક રૂપથી થઈ રહ્યો છે અને એને નજરઅંદાજ ન કરી શકાય.’
કુમાર વિશ્વાસે જેને આગરાનું કબ્રસ્તાન કહ્યું છે એ તાજમહલ છે અને તેમના કહ્યા બુજબ હકીકત પણ એ જ છે કે તાજમહલ કરતાં ધર્મસ્થાનો પર વધુ ભીડ થઈ રહી છે.


