રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું હતું કે સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ટ્રેકિંગ રૂટ પર મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડ્યા હતા.
કેદારનાથ ધામની યાત્રા ફરીથી શરૂ કરી દેવામાં આવી
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં રવિવારે કેદારનાથ ધામના ટ્રેકિંગ રૂટ પર ઠેર-ઠેર ભૂસ્ખલન થતાં કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, પણ ગઈ કાલે કાટમાળ દૂર કર્યા બાદ કેદારનાથ ધામની યાત્રા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલનમાં એક ભાવિકે જીવ ગુમાવ્યો હતો જ્યારે બે જણ ઘાયલ થયા હતા. રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું હતું કે સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ટ્રેકિંગ રૂટ પર મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડ્યા હતા.
મસૂરીના કૅમ્પ્ટી ફૉલ્સમાં જળક્રીડા
ADVERTISEMENT


મસૂરીથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા વિખ્યાત કેમ્પ્ટી ફૉલ્સ પર ગઈ કાલે જળધોધનો આનંદ માણતા ટૂરિસ્ટો અને સ્થાનિક લોકો. હાલમાં જ આ વૉટરફૉલમાં નાહવાની મજા માણતા લોકો વચ્ચે સાપ આવી ગયો હતો અને એનો વિડિયો વાઇરલ થયો હતો.


