સોનપ્રયાગથી કેદારનાથ લઈ જવા ૪૦૮૧.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ૧૨.૯ કિલોમીટર લાંબો રોપવે
૯ કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં
કેન્દ્ર સરકારે ગઈ કાલે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ રોપવે અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. કેદારનાથ ધામ રોપવે સોનપ્રયાગથી કેદારનાથ સુધી બાંધવામાં આવશે અને એની પાછળ ૪૦૮૧.૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રોપવે તૈયાર થયા બાદ આખું વર્ષ કેદારનાથ ધામ અને સોનપ્રયાગ જોડાયેલા રહેશે.



