કાનપુર જળબંબાકાર થઈ ગયું એને પગલે મહિલા મેયર પોતાના અધિકારી પર ભડક્યાં
પ્રમીલા પાંડે
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મેયર પ્રમીલા પાંડે તેમના ઉગ્ર સ્વભાવ માટે જાણીતાં છે અને તાજેતરમાં તેમણે સુધરાઈના અધિકારીઓનો કેવો ઊધડો લીધો હતો એનો વિડિયો વાઇરલ થયો છે. પાંચ દિવસના વરસાદમાં કાનપુરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા અને લોકોની પરેશાનીનો પાર રહ્યો નહોતો. જળબંબાકારની સ્થિતિના ઘણા વિડિયો વાઇરલ થયા હતા અને લોકોને ઘરમાં રહેવાનો વારો આવ્યો હતો.
આ મુદ્દે મેયર પ્રમીલા પાંડેએ અમરનાથની યાત્રા કરીને આવ્યા બાદ અધિકારીઓ સાથેની બેઠકમાં એક અધિકારીને સંબોધીને કહ્યું હતું કે મૈં અમરનાથ થી, નહીં તો તુમકો ડુબો દેતી.

