Controversial Statement On Lord Bajrangbali : ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતનને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનન પછી હેમલાલ મુર્મુએ સનાતન ધર્મના બજરંગબલી પર વિવાદિત નિવેદન આપ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતનને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ ફરીથી એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેએમએમના નેતા અને I.N.D.I.A ગઠબંધનના પૂર્વ મંત્રી હેમલાલ મુર્મુએ હિંદુ દેવતા બજરંગબલી વિશે વિવાદિત નિવેદન (Controversial Statement On Lord Bajrangbali) આપ્યું છે.
મળતી માહિતી અનુસાર હેમલાલ મુર્મુએ બજરંગબલી વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે ભગવાન બજરંગબલીની સરખામણી આદિવાસીઓની જમીન હડપ કરનાર જમીન સંપાદન અધિકારી સાથે કરી હતી.
હેમલાલ મુર્મુનું બજરંગબલી વિશેનું વિવાદિત નિવેદન (Controversial Statement On Lord Bajrangbali) ગોડ્ડા જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જ્યાં તેઓ બોરીજોરમાં જેએમએમ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. સંબોધન દરમ્યાન હેમલાલ મુર્મુએ કહ્યું હતું કે, ‘આદિવાસીઓની જમીન લૂંટાઈ રહી છે. સાહિબગંજ જિલ્લાના રાજમહેલ સબડિવિઝનના તલઝારી વિસ્તારમાં શરણાર્થીઓને રાતોરાત 300 એકર જમીન ફાળવવામાં આવી હતી. આ સમય દરમિયાન તે જમીન પર જમીન સંપાદન અધિકારી તૈનાત કરવામાં આવ્યા હતા. તમે જાણો છો કે આ અધિકારીઓ કોણ છે - બજરંગબલી.’
આટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે, “આટલી મોટી જમીન પર મૂર્તિઓ સ્થાપિત કરીને આદિવાસીઓની જમીન લૂંટવામાં આવી રહી છે. તેના માટે મેં સ્થાનિક સીઓ અને એસડીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે આ અધિકારીને હટાવીને તમારી ઓફિસમાં લઈ જાઓ અને તે જેટલી ઈચ્છા હોય તેટલી પૂજા કરો. અને હા, જો પ્રતિમા હટાવવામાં નહીં આવે તો આદિવાસીઓ ધનુષ અને તીર લઈને આવશે.”
જેએમએમના નેતા અને I.N.D.I.A ગઠબંધનના પૂર્વ મંત્રી હેમલાલ મુર્મુએ તેમના આ બજરંગબલી વિશેના નિવેદન (Controversial Statement On Lord Bajrangbali) અંગે કહ્યું હતું કે તેમણે ભગવાન બજરંગબલી વિરુદ્ધ એવું કોઈ નિવેદન આપ્યું નથી, જેમાં આદિવાસીઓના ટોળા દ્વારા તેમની મૂર્તિને હટાવવાની અને તીર ચલાવવાની વાત કરવામાં આવી હોય. તેમણે મીડિયા પર તેમના ભાષણને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોણ છે આ હેમલાલ મુર્મુ?
હેમલાલ મુર્મુ જેએમએમના જૂના અને વરિષ્ઠ નેતા છે. તેઓ બરહેટથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યાંથી મુખ્યમંત્રી હેમંત સોરેન વર્તમાન ધારાસભ્ય છે. હેમલલાલ મુર્મુ અગાઉની જેએમએમ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. જો કે, ટિકિટની વહેંચણી અને સીએમ હેમંત સોરેનના પોતાના બરહેટ સીટ પરથી ચૂંટણી લડવાને લઈને વિવાદ થયો હતો અને તેઓ ભાજપમાં જોડાયા હતા અને ચાર વખત ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ એક પણ વખત જીતી શક્યા ન હતા, ત્યારબાદ તેઓ ફરીથી જેએમએમમાં જોડાયા હતા.
બજરંગબલી પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement On Lord Bajrangbali) બાદ હેમલાલ મુર્મુએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને કહ્યું છે કે તેમના નિવેદનને ખોટા અર્થમાં લેવામાં આવ્યું છે અને તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી.