Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેટ ફ્યુઅલના ભાવ બે લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર નથી થયા

જેટ ફ્યુઅલના ભાવ બે લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર નથી થયા

Published : 02 April, 2026 12:27 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર ૮.૫ ટકા જ વધ્યા છે : ઇન્ડિયન ઑઇલે કરી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેસ્ટ એશિયામાં વધતા તનાવ વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં વધારાને કારણે દિલ્હીમાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ બમણાથી વધુ વધીને બે લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયા હોવાના અહેવાલોના પગલે ઇન્ડિયન ઑઇલે સ્પષ્ટતા કરી હતી કે આ વધારો નોંધપાત્ર રીતે ઓછો છે. ATFના ભાવમાં ૧૧૫ ટકા નહીં પરંતુ લગભગ ૮.૫ ટકાનો જ વધારો થયો છે. જેટ ફ્યુઅલનો વર્તમાન ભાવ પ્રતિ કિલોલીટર ૧.૦૪ લાખ રૂપિયા છે.

નવી દિલ્હીમાં ATFના ભાવ ૯૬,૬૩૮.૧૪ રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને ૨,૦૭,૩૪૧.૨૨ રૂપિયા થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું જે ૧૧૪ ટકાનો વધારો દર્શાવતા હતા. હવે ઇન્ડિયન ઑઇલે કહ્યું હતું કે આવા અહેવાલો ખોટા છે.



ATFના ભાવમાં વધારો ઍરલાઇન્સ પર દબાણ લાવી રહ્યો છે. કૅરિયર્સ માટે એવિયેશન ફ્યુઅલ સૌથી મોટા ખર્ચ ઘટકોમાંનું એક છે અને મધ્યમ વધારો પણ ઑપરેશનલ ખર્ચને અસર કરી શકે છે.
બીજી તરફ નાગરિક ઉડ્ડયનપ્રધાન રામ મોહન નાયડુએ રાજ્યોને વિનંતી કરી છે કે તેઓ ઍરલાઇન્સ અને મુસાફરો પરનો બોજ ઓછો કરવા માટે જેટ ઈંધણ પરનો વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) ઘટાડવાનો વિચાર કરે. શક્ય રાહતનાં પગલાં શોધવા માટે રાજ્ય સરકારો સાથે ચર્ચા ચાલી રહી છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જેવાં મુખ્ય ઍરપોર્ટ પર ATF પર VATનો દર ૧૮ ટકાથી ૨૯ ટકાની વચ્ચે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 12:27 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK