Jammu and Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં છેલ્લા 9 દિવસથી આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં રાતોરાત થયેલા ગોળીબારમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા છે. બે સૈનિકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં છેલ્લા 9 દિવસથી આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં રાતોરાત થયેલા ગોળીબારમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા છે. બે સૈનિકો ઘાયલ થયાના પણ સમાચાર છે. સુરક્ષા દળોએ એક આતંકવાદીને પણ ઠાર માર્યો છે. આ ઑપરેશન ગયા શુક્રવારથી અખાલના જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ તેમાં સામેલ છે.
જંગલમાં ચારથી પાંચ આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે 1 ઓગસ્ટના રોજ એન્કાઉન્ટર શરૂ થયું હતું. શરૂઆતની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઑપરેશન ચાલુ છે.
ADVERTISEMENT
છેલ્લા અઠવાડિયામાં, સુરક્ષા દળોએ શંકાસ્પદ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ડ્રોન તૈનાત કર્યા છે જ્યારે સેનાના હેલિકોપ્ટર ઑપરેશન પર નજર રાખવા માટે આકાશમાં ઉડી રહ્યા છે. વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ પ્રગતિની સમીક્ષા કરવા માટે નિયમિતપણે આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે.
સેનાના ઉત્તરીય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા ગઈકાલે દક્ષિણ કાશ્મીરની મુલાકાતે હતા જ્યાં તેમને ઑપરેશન વિશે માહિતી આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત અને પોલીસ મહાનિરીક્ષક વીકે બિરદીએ પણ ગઈકાલે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી.
તાજેતરમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નું એક વાહન રસ્તા પરથી લપસી ગયું અને નાળામાં પડી ગયું. આ કારણે ત્રણ સૈનિકોના મોત થયા અને ૧૫ ઘાયલ થયા. આ ઘટના સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે કડવા વિસ્તારમાં બની હતી. તે સમયે સૈનિકો બસંતગઢથી એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. અર્ધલશ્કરી દળની ૧૮૭મી બટાલિયન વાહનમાં હતી. બસંતગઢ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે સૈનિકોની ઓળખ કોન્સ્ટેબલ આનંદ કોચ, ૧૩૭ બટાલિયન અને હેડ કોન્સ્ટેબલ અરવિંદ સિંહ, ૧૮૭ બટાલિયન તરીકે થઈ છે. ઘાયલ સૈનિકોને બસંતગઢથી એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કસલીયાં વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેના આ એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા. સેનાએ આ અભિયાનને ઑપરેશન શિવશક્તિ (Operation Shivshakti) નામ આપવામાં આવ્યું. નિયંત્રણ રેખા પર સેનાનું સર્ચ ઑપરેશન ચાલુ છે. આ પહેલા સેનાએ ઑપરેશન મહાદેવ ચલાવ્યું હતું. પહલગામ આતંકવાદી હુમલાના આતંકવાદીઓના ખાત્મા માટે સેનાએ શ્રીનગરમાં ઑપરેશન મહાદેવ (Operation Mahadev) ચલાવ્યું હતું. આ જ કડીમાં બુધવારે પૂંછના કસલીયામાં LoC નજીક સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. સેનાએ આ કાર્યવાહીને ઑપરેશન શિવશક્તિ (Operation Shivshakti) એવું નામ આપ્યું હતું.


