° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


ચૂંટણી વર્ષમાં અશોક ગેહલોતની જાહેરાત, રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની ઘોષણા

17 March, 2023 08:02 PM IST | Rajasthan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી વર્ષમાં મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પહેલાથી 33 જિલ્લા હતા. હવે રાજસ્થાનમાં જ કુલ 53 જિલ્લા હશે.

અશોક ગેહલોત (ફાઈલ તસવીર)

અશોક ગેહલોત (ફાઈલ તસવીર)

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી વર્ષમાં મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પહેલાથી 33 જિલ્લા હતા. હવે રાજસ્થાનમાં જ કુલ 53 જિલ્લા હશે. અહીં છેલ્લા કેટલાક દાયકાથી નવા જિલ્લા બનાવવાની માગ કરવામાં આવી રહી હતી. રાજસ્થાનમાં ત્રણ નવા સંભાગ એટલે કે ડિવીઝન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આની સાથે જ હવે રાજ્યમાં 10 ડિવીઝન હશે.

સીએમ સદનમાં નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું કે જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, કોટપુતલી, બહરોડ, ડીડવાના, દૂદૂ, સાંચૌર, ડીગ, શાહપુરા, કેકડી, સલૂંબર, અનૂપગઢ, બ્યાવર, બાલોતરા, ગંગાપુર સિટી, ફલૌદી, ખૈરથલ, નીમકથાના, બ્યાવર નવા જિલ્લા હશે. તો, બાંસવાડાં, સીકર અને પાલી નવા સંભાગ બનશે. 

આ પણ વાંચો : Covid-19 : ભારતમાં આવશે કોરોનાની લહેર! ઝડપથી ફેલાય છે નવું સબ વેરિએન્ટ

રાજસ્થાનમાં છેલ્લા બે દાયકાથી નવા જિલ્લા બનાવવાની માગ થઈ રહી હતી. દર રાજનૈતિક દળના નેતા અને વિધેયક નવા જિલ્લાની માગ કરી રહ્યા હતા. ગેહલોતે લગભગ તે બધા વિસ્તારોને જિલ્લા બનાવવાની જાહેરાત કરવાની માગ થઈ રહી હતી. રાજસ્થાનમાં જિલ્લાની માગ મોટી રાજનૈતિક ડિમાન્ડ છે.

17 March, 2023 08:02 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કર્ણાટકઃ બીજી વખત PMની સુરક્ષામાં ખામી, રોડ શૉ દરમિયાન બની ઘટના

આ સમગ્ર ઘટના દાવણગેરેની છે. અહીં પીએમ મોદીનો રોડ શૉ યોજાયો હતો. રસ્તાની બંને બાજુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા

25 March, 2023 09:01 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

લોકસભાનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ કરી પહેલી પ્રેસ કોન્ફરન્સ, જાણો વિગત

સાંસદ તરીકેની સદસ્યતા છીનવી લેવાયા બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે “આ બધું ગૌતમ અદાણી એપિસોડ પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે."

25 March, 2023 04:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

લેન્ડ ફોર જોબમાં CBIએ કરી તેજસ્વી યાદવની પૂછપરછ: મીસા પહોંચી ED ઑફિસ

સીબીઆઈ સમક્ષ હાજર થતાં પહેલાં તેજસ્વીએ કહ્યું કે “અમે લડીશું અને જીતીશું. આપણે જાણીએ છીએ કે આપણે લડવું પડશે.”

25 March, 2023 01:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK