Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અકાઉન્ટ્સ ફ્રીઝ થવાના કેસમાં કૉન્ગ્રેસને રાહત ન મળી

અકાઉન્ટ્સ ફ્રીઝ થવાના કેસમાં કૉન્ગ્રેસને રાહત ન મળી

09 March, 2024 12:45 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેબ્રુઆરીમાં કૉન્ગ્રેસનાં ચાર બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કૉન્ગ્રેસનાં બૅન્ક-અકાઉન્ટ્સ સામે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના પગલા વિરુદ્ધ મનાઈહુકમ ઇચ્છતી પક્ષની અરજીને ઇન્કમ ટૅક્સ ટ્રિબ્યુનલે ગઈ કાલે ફગાવી દીધી હતી એથી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે કૉન્ગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેબ્રુઆરીમાં કૉન્ગ્રેસનાં ચાર બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં.

કૉન્ગ્રેસના ઍડ્વોકેટે હાઈ કોર્ટને આ આદેશ ૧૦ દિવસ મુલતવી રાખવા વિનંતી કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલે આવી કોઈ જોગવાઈ ન હોવાનું જણાવીને આદેશ મુલતવી રાખવાનો ઇનકાર કર્યો હતો. 
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૮-’૧૯ના વર્ષ માટે ૨૧૦ કરોડ રૂપિયાની ઇન્કમ ટૅક્સની માગણી વિશે કૉન્ગ્રેસનાં ચાર બૅન્ક-અકાઉન્ટ સ્થગિત કરવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2024 12:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK