Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિગોની ફ્લાઈટમાં અચાનક ઈંધણ ઓછું થઈ ગયું, વારાણસીને બદલે લખનઉમાં લૅન્ડિંગ

ઇન્ડિગોની ફ્લાઈટમાં અચાનક ઈંધણ ઓછું થઈ ગયું, વારાણસીને બદલે લખનઉમાં લૅન્ડિંગ

Published : 28 November, 2026 05:33 PM | IST | Lucknow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન, વારાણસી સુધી પહોંચાડવા માટે, ઇન્ડિગો ઍરલાઇન્સે શનિવારે સવારે એક નવી ફ્લાઇટની વ્યવસ્થા કરી. 6E9071 નંબર ધરાવતું આ વિમાન સવારે 9:00 વાગ્યે રવાના થવાનું હતું. તમામ 175 મુસાફરો માટે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભુવનેશ્વરથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટને ઈંધણ ઓછું હોવાને કારણે લખનઉ ઍરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તમામ મુસાફરોને હૉટેલમાં સ્ટે આપવામાં આવ્યો હતો અને બીજા દિવસે સવારે તેમને બીજી ફ્લાઇટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલી દેવામાં આવ્યા હતા. ભુવનેશ્વરથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઇટ શુક્રવારે મોડી રાત્રે લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય ઍર પોર્ટ તરફ વાળવી પડી હતી. પાયલટે ઈંધણનું સ્તર ઓછું હોવાની જાણ કર્યા બાદ વિમાનને લખનઉમાં લૅન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફ્લાઈટમાં કુલ ૧૭૫ મુસાફરો સવાર હતા



ઍરપોર્ટ પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે ઇન્ડિગોની ફ્લાઈટ 6E2452 લખનઉ ઍરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી. આ સુરક્ષિત લૅન્ડિંગને કારણે ઍરલાઈન અને ઍરપોર્ટ મૅનેજમેન્ટ બન્નેએ હાશકારો લીધો હતો. ત્યારબાદ, વિમાનમાં બેઠેલા તમામ ૧૭૫ મુસાફરોની સુરક્ષા અને આરામનું ધ્યાન રાખતા, ઇન્ડિગો પ્રશાસને તેમના માટે રાતે રોકાણની વ્યવસ્થા હૉટેલમાં કરી હતી.


શનિવારે સવારે મુસાફરો બીજી ફ્લાઇટમાં રવાના થયા

મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન, વારાણસી સુધી પહોંચાડવા માટે, ઇન્ડિગો ઍરલાઇન્સે શનિવારે સવારે એક નવી ફ્લાઇટની વ્યવસ્થા કરી. 6E9071 નંબર ધરાવતું આ વિમાન સવારે 9:00 વાગ્યે રવાના થવાનું હતું. તમામ 175 મુસાફરો માટે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી; ત્યારબાદ વિમાન રનવે પર ગયું અને વારાણસી જવા માટે ઉડાન ભરી.


પુણેથી ગુવાહાટી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેક્નિકલ ઇશ્યુ આવ્યો એટલે પાછી વળી

આગાઉની એક ઘટનામાં ટેક-ઑફ થયા બાદ ટૅક્નિકલ ખામી ઊભી થતાં પુણે ઍરપોર્ટથી ગુવાહાટી જતી ઇન્ડિગોની ફ્લાઇટને થોડા જ સમયમાં પાછી પુણે ઍરપોર્ટ વાળવામાં આવી હતી. આ ફ્લાઇટમાં ૧૯૨ પ્રવાસીઓ સવાર હતા. આ ઘટના રવિવારે સવારે બની હતી. ત્યાર પછી ઇન્ડિયન ઍર ફોર્સ (IAF) તથા ઍરપોર્ટ દ્વારા ‘ફુલ ઇમર્જન્સી’ જાહેર કરીને ફાયર તથા મેડિકલ ટીમ્સને તૈયાર રાખવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ 6E 623 (VT-IZE)ના લૅન્ડિંગ ગિઅરમાં ખામી સર્જાઈ હોવાની જાણકારી પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને આપી હતી, ત્યાર બાદ ઇમર્જન્સી જાહેર કરી ફ્લાઇટને પાછી વાળવામાં આવી હતી. જોકે સદ્ભાગ્યે ફ્લાઇટ સવારે ૯.૦૪ વાગ્યે ફરી પુણે ઍરપોર્ટના રનવે પર સુરક્ષિત લૅન્ડ થઈ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ પણ હેમખેમ હતા. ફ્લાઇટ ટેક-ઑફ થઈ ત્યાર પછી ઍરક્રાફ્ટનું લૅન્ડિંગ ગિઅર રીટ્રૅક્ટ થવાને બદલે એમને એમ બહાર જ રહ્યું હતું જેને પગલે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું ઍરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જાણકારી મળતાં જ IAF તથા ઍરપોર્ટ સત્તાવાળાઓએ ફાયર-ફાઇટિંગ ટીમ્સ, ઍમ્બ્યુલન્સ સહિતની તમામ ઇમર્જન્સી સર્વિસ તહેનાત કરી દીધી હતી. જોકે સદ્ભાગ્યે કોઈ દુર્ઘટના ઘટી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 05:33 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK