ઍરપોર્ટ પરથી ઇન્ડિગો, આકાસા ઍર, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્ટાર ઍર ઍરલાઇન્સ ફ્લાઇટ ઑપરેટ કરશે.
નવી મુંબઈ ઍરપોર્ટ
પહેલા દિવસે નવી મુંબઈ ઍરપોર્ટ પર ૩૦ ફ્લાઇટ્સ ઑપરેટ થશે.
પહેલા દિવસે ૧૨ કલાક ઑપરેશન ચાલુ રહેશે એટલે સવારે ૮થી રાતે ૮ વાગ્યા સુધી જ ફ્લાઇટ ઑપરેટ થશે.
ADVERTISEMENT
સવારે ૮ વાગ્યે પહેલી ફ્લાઇટ બૅન્ગલોરથી અહીં આવશે અને ૮.૪૦ વાગ્યે પહેલી ફ્લાઇટ હૈદરાબાદ જવા ઊપડશે.
ઍરપોર્ટ પરથી ઇન્ડિગો, આકાસા ઍર, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્ટાર ઍર ઍરલાઇન્સ ફ્લાઇટ ઑપરેટ કરશે.
અત્યારે અહીંથી અમદાવાદ, બૅન્ગલોર, કોચીન, ગોવા, હૈદરાબાદ, મૅન્ગલોર, જયપુર, લખનઉ અને નાગપુર માટે ફ્લાઇટ્સ ઑપરેટ થશે. ૨૬ જાન્યુઆરીથી કોઇમ્બતુર, વડોદરા અને ચેન્નઈ માટે પણ ફ્લાઇટ શરૂ થશે.
શું છે મુંબઈગરોનો સૌથી મોટો ડર
\ઘણા મુંબઈગરાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે હવે ટિકિટ બુક કરાવતી વખતે ગરબડ થઈ શકે છે. તેમને એક જ ડર સતાવી રહ્યો છે કે ભૂલથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) અને નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) વચ્ચે કન્ફ્યુઝન થઈ શકે છે, જેને કારણે તેમનાથી ખોટી ટિકિટ બુક થઈ જાય એવી શક્યતા છે.


