Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Indian airports: આતંકી હુમલાની આશંકાએ ઈન્ડિયાનાં તમામ ઍરપૉર્ટ દસ દિવસ માટે હાઈ એલર્ટ પર!

Indian airports: આતંકી હુમલાની આશંકાએ ઈન્ડિયાનાં તમામ ઍરપૉર્ટ દસ દિવસ માટે હાઈ એલર્ટ પર!

Published : 06 August, 2025 07:52 AM | Modified : 07 August, 2025 07:00 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Indian airports: આ એલર્ટ ૨૨ સપ્ટેમ્બરથી લઈને ૨ ઓક્ટોબર સુધી રહેશે. સિવિક એવિએશન મીનીસ્ટ્રીની સિક્યુરીટી વિંગ દ્વારા ચોથી ઓગસ્ટે જ આ સૂચના જારી કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)


દેશનાં તમામ ઍરપૉર્ટ (Indian airports) પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગુપ્ત એન્જસીઓએ આતંકવાદી હુમલાઓને લઈને આ એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટ ૨૨ સપ્ટેમ્બરથી લઈને ૨ ઓક્ટોબર સુધી રહેશે. સિવિક એવિએશન મીનીસ્ટ્રીની સિક્યુરીટી વિંગ દ્વારા ચોથી ઓગસ્ટે જ આ સૂચના જારી કરવામાં આવી હતી. જેમાં તમામ ઍરપૉર્ટ, એરસ્ટ્રિપ, હેલીપેડ. ફ્લાઈંગ સ્કૂલ અને ટ્રેનીંગ સંસ્થાઓમાં સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુરક્ષામાં વધારો- કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી



તે ઉપરાંત આ સૂચનામાં જણાવાયું છે કે, "કેન્દ્રીય સુરક્ષા એજન્સી પાસેથી મળેલી માહિતીનુસાર આતંકવાદી અથવા અસામાજિક તત્વો દ્વારા સંભવિત ખતરાની આશંકા છે. આ સ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળોએ હાઈ લેવલ તકેદારી અને સર્વેલન્સ રાખવું હિતાવહ છે" ઍરપૉર્ટ (Indian airports) ટર્મિનલ, પાર્કિંગ સ્પેસ, પેરીમીટર ઝોન ઉપરાંતના તમામ સંવેદનશીલ એરિયામાં સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સની પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ સીસીટીવી સીસ્ટમને નોન-સ્ટોપ એક્ટિવ મોડમાં રાખવામાં આવશે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વસ્તુ ધ્યાનમાં આવશે કે તરત તેની તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસની મદદથી ઍરપૉર્ટ સિટીસાઇડની સુરક્ષા વધારવામાં આવશે. તમામ કર્મચારીઓ, ઠેકેદારો અને મુલાકાતીઓની ઓળખની કડક તપાસ કરવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માલસામાન અને ટપાલને ક્લીઅર કરતા પહેલાં વિશેષ તપાસ પણ હવે ફરજીયાત થવાની છે.


આ સૂચના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તમામ પ્રકારના એરક્રાફ્ટ ઓપરેટરને (Indian airports) લાગુ પડે છે. કમર્શિયલ એરક્રાફ્ટમાં પણ લોડિંગ કરતા પહેલાં તમામ માલસામાન અને ટપાલની કડક તપાસ કરવાની રહેશે. મેલ પાર્સલ માટે સ્ક્રિનિંગનાં તમામ જરૂરી પગલાં તમામ સ્ટેશનો પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ બંનેને લાગુ પડે છે.

આવા સંજોગોમાં ઍરપૉર્ટ ડિરેક્ટરોએ (Indian airports) એરલાઇન પેસેન્જર સર્વિસ કમિટીની વિશેષ બેઠકો બોલાવી શકે છે. જેમાં તમામ એજન્સીઓને સિવિલ એવિએશન કામગીરીમાં ગેરકાયદે પ્રવૃત્તિની દખલગીરીને રોકવા માટે સાવચેતીનાં પગલાં અમલમાં મૂકવાની સલાહ આપી શકે છે. પ્રાદેશિક બીસીએએસના ડિરેક્ટરો  તેમના અધિકારક્ષેત્રમાં આવતા તમામ ઍરપૉર્ટમાં તાત્કાલિક વિશેષ બેઠકો પણ બોલાવી શકે એમ છે.


શું છે આ બીસીએએસ? તેનું કામ શું?

બીસીએએસ એટલે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી. બીસીએએસ એ એક સ્થાનિક પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે ગાઢ સંપર્ક સાધતી સંસ્થા છે. જે કોઇપણ ગુપ્ત માહિતી મળે કે તરત જ તેની ઉપરોક્ત તમામ સુધી માહિતી પહોંચાડે છે. ભારતમાં સિવિલ એવિએશન સિક્યુરિટી માટેની આ એક નિયમનકારી સત્તા છે. તેની માથે તમામ હવાઇમથકો અને એરલાઇન્સ માટે એવિએશન ધોરણો અને પગલાં નક્કી કરવા માટેની પણ જવાબદારી હોય છે. (Indian airports) તે સિવિલ ફ્લાઇટ્સની સલામતી માટે તમામ જરૂરી પગલાં ઉઠાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2025 07:00 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK