ભારતના ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)નો સ્ટાર મિસાઇલ પ્રોજેક્ટ ત્રીજા તબક્કામાં પહોંચી ગયો છે
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂરમાં ભારતે છોડેલાં બ્રહ્મોસ મિસાઇલોથી થયેલા વિનાશમાંથી પાકિસ્તાન હજી બહાર આવ્યું નથી ત્યારે ભારતે એનાથી પણ વધુ ખતરનાક મિસાઇલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. આ એવું મિસાઇલ છે જેને રડાર પણ શોધી શકશે નહીં.
ભારતના ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO)નો સ્ટાર મિસાઇલ પ્રોજેક્ટ ત્રીજા તબક્કામાં પહોંચી ગયો છે. આ તબક્કામાં મિસાઇલ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે અને ઉડાન-પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ સ્ટાર મિસાઇલ ઍરફોર્સ, આર્મી અને નૌકાદળ માટે લક્ષ્ય-પ્રૅક્ટિસ કરી શકે છે. એ સસ્તાં હોવા ઉપરાંત સ્ટાર મિસાઇલ બ્રહ્મોસનો વિકલ્પ પણ બની શકે છે.

