એમાં ભારતે પાકિસ્તાનને નિયંત્રણરેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ સામે ચેતવણી આપી છે.
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ ચરમસીમાએ છે. એની વચ્ચે પાકિસ્તાન ભારતીય સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે એને લઈને ભારતના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સે પાકિસ્તાનના અધિકારીઓ સાથે હૉટલાઇન પર વાત કરી હતી. એમાં ભારતે પાકિસ્તાનને નિયંત્રણરેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ ઉશ્કેરણી વિના કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ સામે ચેતવણી આપી છે.
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાની સેનાની ચોકીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખ્નૂર સેક્ટરમાં નિયંત્રણરેખા પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાનાં હથિયારથી ગોળીબાર કર્યો હતો. એ સિવાય તૂટમારી ગલી અને રામપુર સેક્ટર નજીક અને નિયંત્રણરેખા પર પણ ગોળીબાર કર્યો હતો જેનો અમે ઝડપથી અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.’


