સોનમ વાંગચુકે જોધપુર સેન્ટ્રલ જેલમાંથી પત્ર લખીને કહ્યું...
સોનમ વાંગચુક
પત્ની ગીતાંજલિ અંગમોએ બીજી ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં પતિની ધરપકડ ગેરકાનૂની છે એટલે તેમને જેલમાંથી મુક્ત કરવાની અરજી કરી હતી જેની આજે સુનાવણી છે
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ પતિને તાત્કાલિક છોડવાની માગણી કરતી અરજી બીજી ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં કરી હતી એની સુનાવાણી આજે થવાની છે. જોકે એ પહેલાં સોનમ વાંગચુકને તેમના ઍડ્વોકેટ અને લેહ ઍપેક્સ બૉડી (LAB)ના કાનૂની સલાહકાર મુસ્તફા હાજી શનિવારે જેલમાં જ મળ્યા હતા. સોનમે તેમના દ્વારા એક પત્ર જાહેર કર્યો છે જેમાં લખ્યું છે કે ‘લેહ હિંસા દરમ્યાન જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રતિ મારી ઘેરી સંવેદનાઓ છે. હું ઘાયલો અને ધરપકડ કરાયેલા લોકો માટે પ્રાર્થના કરું છું. ૪ લોકોનાં મૃત્યુની સ્વતંત્ર જુડિશ્યલ તપાસ થવી જોઈએ. જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી હું જેલમાં જ રહીશ.’


