Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > `આઈ લવ મોહમ્મદ`ના નામે કાશ્મીરથી મુંબઈ સુધી ધાર્મિક હિંસા ભડકાવવાનું કાવતરુ?

`આઈ લવ મોહમ્મદ`ના નામે કાશ્મીરથી મુંબઈ સુધી ધાર્મિક હિંસા ભડકાવવાનું કાવતરુ?

Published : 24 September, 2025 08:49 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો કે ભાજપ પોતાની શાસન નિષ્ફળતાઓ છુપાવવા માટે નફરત ફેલાવી રહી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "`આઈ લવ મોહમ્મદ` લખવા બદલ કેસ દાખલ કરવો એ માનસિક બીમારી છે." કૉંગ્રેસ ચૂપ રહી, પરંતુ સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા.

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી બુધવારે કિશનગંજમાં `આઈ લવ મોહમ્મદ` વિવાદ અંગે વાત કરી હતી (તસવીર: એજન્સી)

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી બુધવારે કિશનગંજમાં `આઈ લવ મોહમ્મદ` વિવાદ અંગે વાત કરી હતી (તસવીર: એજન્સી)


‘આઈ લવ મોહમ્મદ’ આવા એક એક બૅનરથી શરૂ થયેલો વિવાદ હવે દેશભરમાં ધર્મ અને રાજકારણ વચ્ચેના નવા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. 4 સપ્ટેમ્બરના રોજ, કાનપુરના રાવતપુર ગામમાં ‘આઈ લવ મોહમ્મદ’ શબ્દો સાથેનું ઇલેક્ટ્રિક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું હતું. ઈદ મિલાદ-ઉન-નબીના શોભાયાત્રા દરમિયાન આ પ્રકારનું પહેલું સાઇનબોર્ડ હતું. તરત જ, આ ‘નવી પરંપરા’ છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ. સ્થાનિક હિન્દુ સંગઠનોએ તરત જ તેની સામે પડકાર ફેંક્યો. હિન્દુઓએ આરોપ કર્યો કે તેમના ધાર્મિક પોસ્ટરોને ફાડી નાખવામાં આવ્યા છે. મુસ્લિમ પક્ષે પ્રશ્ન કર્યો કે કોઈને પ્રોફેટ મોહમ્મદ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં કેમ સમસ્યા છે. પોલીસે વિવાદાસ્પદ સાઇનબોર્ડ દૂર કર્યું, પરંતુ આ તણખો પહેલાથી જ આગમાં ફેરવાઈ ગયો હતો.

FIR અને ધરપકડોએ મુસ્લિમ પક્ષ ભડક્યો



9 સપ્ટેમ્બરના રોજ, પોલીસે 24 લોકો સામે કેસ દાખલ કર્યો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે સાઇનબોર્ડ કોમી હિંસા ભડકાવવા માટે લગાવવામાં આવ્યો હતો. નવ લોકોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે પંદર લોકો અજાણ્યા હતા. આરોપોમાં નફરત ફેલાવવા અને સામુદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો સમાવેશ થાય છે. મુસ્લિમ પક્ષે દાવો કર્યો કે તેનાથી તેમના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન થાય છે. બરેલીમાં શુક્રવારની નમાજ પછી, મૌલાના ખુર્શીદ આલમે મુસ્લિમોને અપીલ કરી કે તેઓ તેમના ઘરો પર ‘આઈ લવ મોહમ્મદ’ લખેલા પોસ્ટર લગાવે. વરસાદ છતાં મુંબઈના મુમ્બ્રામાં રૅલીઓ યોજાઈ. હૈદરાબાદના નામપલ્લી ગાર્ડનમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. મોમિનપુરા, નાગપુર અને ઉત્તરાખંડના કાશીપુરમાં પણ હિંસા ફાટી નીકળી.


સોશિયલ મીડિયા પર પર હિન્દુઓનો વળતો પ્રહાર


સોશિયલ મીડિયાએ આ આગને હવા આપી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કર્યું, "આઈ લવ મોહમ્મદ ગુનો નથી. તે આપણા વિશ્વાસનો ભાગ છે. બંધારણની કલમ 25 આપણને આ અધિકાર આપે છે." આ દરમિયાન, હિન્દુ સંગઠનોએ વળતો પ્રહાર કર્યો. #ILoveRam, #ILoveMahadev, અને #ILoveHanuman X પર ટ્રેન્ડ થવા લાગ્યા. હજારો યુઝરે તેમના પ્રોફાઇલ બદલ્યા અને પોસ્ટરો બનાવ્યા. એક વાયરલ સંદેશ વાયરલ થયો, જેમાં કહેવામાં આવ્યું, "હવે હિન્દુ એકતા બતાવવાનો સમય છે. જાતિ અને સમુદાય ભૂલીને એક થાઓ." એક પોસ્ટ પર હજારો ટિપ્પણીઓ મળી: "હર હર મહાદેવ," "જય શ્રી રામ." વાતાવરણ ગરમાતું રહ્યું.

વારાણસીથી "આઈ લવ મહાદેવ" ના નારા લાગ્યા

કાશીના સંતોએ તેને સીધા પડકાર તરીકે લીધો. શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું, "આ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું કાવતરું છે. જો ૩૦ કરોડ લોકો મોહમ્મદના નામે સરઘસ કાઢશે, તો ૧ અબજ મહાદેવના નામે કૂચ કરશે." તેમણે માગ કરી હતી કે બિન-હિન્દુઓને ગરબા કાર્યક્રમોમાં પ્રવેશવાથી રોકી દેવામાં આવે. તેમણે કહ્યું, "જેમ મક્કામાં બિન-મુસ્લિમોને જવાની મંજૂરી નથી, તેવી જ રીતે બિન-હિન્દુઓને ગરબામાંથી પ્રતિબંધિત કરવા જોઈએ. જો તેઓ સંમત ન થાય, તો તેમને માર મારવો." કાશીમાં સંતોએ ‘આઈ લવ મહાદેવ’ પોસ્ટર લગાવ્યા અને ઉદ્યાનો અને ઘરોમાં પ્લેકાર્ડ લગાવ્યા. ઉજ્જૈનમાં ‘આઈ લવ મહાકાલ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી.

શિવાજી મહારાજ પોસ્ટર અને દેવરિયા રમખાણો

દેવરિયામાં ‘છત્રપતિ શિવાજી મહારાજ, મુઘલોના પિતા’ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા. પોલીસે રાત્રે તેને હટાવી દીધા તો સવારે, હિન્દુ સંગઠનોએ તે જ પોસ્ટર ફરીથી લગાવ્યા. ‘જય શિવાજી’ ના નારા લગાવવામાં આવ્યા. પોલીસે ઘણા લોકોને નજરકેદ કર્યા. લોકો ગુસ્સે ભરાયા અને સવાલ કર્યો કે જ્યારે મુસ્લિમ પક્ષના ‘ઇસ્લામ ઝિંદાબાદ’ ના પોસ્ટરો હટાવવામાં આવ્યા ન હતા, તો હિન્દુ પોસ્ટરો કેમ હટાવવામાં આવ્યા?

મુસ્લિમ મહિલા મોરચો

લખનઉના છોટા ઇમામબારા પાસે મુસ્લિમ મહિલાઓએ ‘આઈ લવ મોહમ્મદ’ ના પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ પૂછ્યું, "શું મુસ્લિમ હોવું ગુનો છે? જો `જય શ્રી રામ` કહેવું ગુનો નથી, તો પછી મોહમ્મદ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો ગુનો કેવી રીતે છે?" મહિલાઓએ આરોપ લગાવ્યો કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. એક મહિલાએ કહ્યું, "હું એકલી મહિલા છું, મને મારા ઘરમાં બંધ કરવામાં આવી હતી. કયા બંધારણે સરકારને આ અધિકાર આપ્યો છે?"

તૌકીર રઝા અને સાધ્વી પ્રાચી સામસામે

બરેલીના મૌલાના તૌકીર રઝાએ 26 સપ્ટેમ્બરે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, "દરેક મુસ્લિમ બાળક પોતાના પયગંબરને પ્રેમ કરે છે. આપણે લાચાર છીએ, પણ આપણે આપણા પયગંબર માટે આપણા જીવનું બલિદાન આપીશું." દરમિયાન, બાગપત પહોંચેલી સાધ્વી પ્રાચીએ આને એક નવો જેહાદ ગણાવ્યો. તેમણે કહ્યું, "યુપી સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. ભારત એક હિન્દુ દેશ છે. જો મુસ્લિમોને ગરબા ગમે છે, તો તેમણે મસ્જિદમાં ગરબા કરવા જોઈએ."

રાજકીય ક્ષેત્ર પણ ગરમાયું

મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો કે ભાજપ પોતાની શાસન નિષ્ફળતાઓ છુપાવવા માટે નફરત ફેલાવી રહી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "`આઈ લવ મોહમ્મદ` લખવા બદલ કેસ દાખલ કરવો એ માનસિક બીમારી છે." કૉંગ્રેસ ચૂપ રહી, પરંતુ સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, "તેમના નિવેદનથી સરકાર નહીં બદલાશે. અમે 2019 અને 2024માં તે કરી બતાવ્યુ."

દિલ્હીથી કાશીપુર સુધી વિવાદ સળગી રહ્યો છે

કાશીપુરમાં પરવાનગી વિના રૅલી નીકળી. સપા નેતા નદીમ અખ્તર પર આરોપ મૂકવામાં આવ્યો. પોલીસે બુલડોઝરનો ઉપયોગ કર્યો અને દુકાનો પર દરોડા પાડ્યા. મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી, માગ કરી કે તેઓ નિર્દોષ લોકો સામે કાર્યવાહી બંધ કરે. દિલ્હીમાં પણ ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમ રદ કરવો પડ્યો. પોલીસે આયોજક સગીરની અટકાયત કરી હતી. જેથી હવે આ અંગે દેશમાં કોઈ મોટી હિંસા ન ભડકે તે માટે સરકારની દરેક પર નજર છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2025 08:49 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK