મુંબઈના ગોવંડી વિસ્તારમાં નવરાત્રીની આગલી રાતે માતા દુર્ગાની એક પ્રતિમા કહેવાતી રીતે ખંડિત કર્યા બાદ બે સમુદાયો વચ્ચે ઝગડો થઈ ગયો. માહિતી પ્રમામે, આ ઘટના રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ ઘટી, જેના પછી વિસ્તારમાં તાણનો માહોલ હતો.
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈના ગોવંડી વિસ્તારમાં નવરાત્રીની આગલી રાતે માતા દુર્ગાની એક પ્રતિમા કહેવાતી રીતે ખંડિત કર્યા બાદ બે સમુદાયો વચ્ચે ઝગડો થઈ ગયો. માહિતી પ્રમામે, આ ઘટના રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ ઘટી, જેના પછી વિસ્તારમાં તાણનો માહોલ હતો. મુંબઈ પોલીસે મામલાની ગંભીરતાને જોતા સાત લોકોની ધરપકડ કરી છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે મૂર્તિને સાંકડી ગલીમાંથી લઈ જવામાં આવી રહી હતી, ત્યારે કેટલાક લોકોએ જોયું કે તે તૂટી ગઈ હતી. બીજા જૂથ પર આરોપો લગાવવામાં આવ્યા હતા, અને દલીલ ઝડપથી લડાઈમાં પરિણમી હતી. બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને પરિસ્થિતિ વધુ વણસી હતી. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
ADVERTISEMENT
શું આરોપ છે?
આ ઘટના ગોવંડીના અન્નાભાઉ સાઠે નગરમાં બની હતી. એક જૂથનો આરોપ છે કે તેઓ દર વર્ષે નવરાત્રી ઉજવે છે. જ્યારે રાત્રે દેવી દુર્ગાની મૂર્તિને મસ્જિદ પાસેથી લઈ જવામાં આવી રહી હતી, ત્યારે બીજા સમુદાયના લોકોએ ઢોલ વગાડવાનો વિરોધ કર્યો અને ગુસ્સે ભરાયા. તેમાંથી કોઈએ મૂર્તિ તોડી નાખી. તેઓએ અમારા પર પણ હુમલો કર્યો. કેટલાક લોકો તીક્ષ્ણ હથિયારો અને સળિયાથી સજ્જ હતા.
જોકે, પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી, એમ કહીને કે સાંકડી ગલીમાં કંઈક અથડાવાથી મૂર્તિના એક હાથને નુકસાન થયું હશે. તપાસ ચાલી રહી છે. હાલમાં આ વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, અને પોલીસે વધારાના દળો તૈનાત કર્યા છે.
પરિસ્થિતિ નિયંત્રણમાં
માનખુર્દ પોલીસે કેસ નોંધીને સાત લોકોની ધરપકડ કરી છે. ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં હુમલો અને ગેરકાયદેસર રીતે ભેગા થવાનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને અફવાઓ કે ખોટી માહિતી ફેલાવનાર કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, નવરાત્રિમાં ઝગમગાટ કરી દેતી કલરફુલ પ્લાઝમા લાઇટ, બીમ લાઇટ અને લેસર લાઇટ આ વર્ષે થાણેકરો ઉપયોગમાં લઈ નહીં શકે. નવરાત્રિની ઉજવણી અને શોભાયાત્રા દરમ્યાન આંખોને નુકસાનકારક આ પ્રકારની લાઇટોના ઉપયોગ પર થાણેના પોલીસ-કમિશનરે પ્રતિબંધ મૂક્યો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું મોટા પાયે આયોજન થતું હોય છે ત્યાં હાઈ-ઇન્ટેન્સિટી લાઇટિંગનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. આવી લાઇટ આંખમાં પડવાથી આંખોને નુકસાન પહોંચાડે છે. બાળકો અને સિનિયર સિટિઝનોને આવી લાઇટ નુકસાનકર્તા છે. હાઈ- ઇન્ટેન્સિટી ધરાવતી લાઇટને કારણે ત્યાં હાજર લોકો અને ખેલૈયાઓની આંખમાં લાઇટ જવાથી આંખોને નુકસાન થયું હોય એવા કેસ નોંધાયા છે એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


