તાજેતરમાં PANનો ઉપયોગ કરીને થતા ફ્રૉડ્સના બનાવ ખૂબ વધી ગયા છે અને લોકોને વગર કારણે હેરાનગતિ ભોગવવી પડે છે,
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં નાગરિકો માટે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) સૌથી મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સમાંથી એક છે. PAN આપણી મોટા ભાગની ફાઇનૅન્શિયલ ઍક્ટિવિટીઝનો આધાર છે. PANને લીધે આપણી ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ, બૅન્ક-અકાઉન્ટ અને લોન-ક્રેડિટની તમામ વિગતો એક આઇડેન્ડિટી સાથે જોડાયેલી રહે છે. એનાથી સિસ્ટમમાં સરળતા અને પારદર્શિતા રહે છે. જોકે હવે સ્કૅમર્સના વધતા જોખમને કારણે મોટો પડકાર ઊભો થયો છે. લોકોની PANની વિગતો જેટલી સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે એટલી જ ઝડપથી એનો દુરુપયોગ વધી રહ્યો છે. અજાણ્યાના PANનો ઉપયોગ સ્કૅમર્સ બૅન્ક-અકાઉન્ટ ખોલવા કે ક્રેડિટ કાર્ડ અથવા લોન મેળવવા માટે પણ કરી રહ્યા છે અને જેના નામે આ લોન, ક્રેડિટ કાર્ડ કે બૅન્ક-અકાઉન્ટ હોય તેને તો ખબર પણ નથી હોતી. મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે રિકવરી માટે એજન્ટના ફોન આવવાનું શરૂ થાય કે ટૅક્સ-નોટિસ આવે છેક ત્યારે લોકોને છેતરપિંડીની ખબર પડે છે.
તાજેતરમાં PANનો ઉપયોગ કરીને થતા ફ્રૉડ્સના બનાવ ખૂબ વધી ગયા છે અને લોકોને વગર કારણે હેરાનગતિ ભોગવવી પડે છે, તેમનો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે અને રેઝોલ્યુશન માટે લાંબી ઝંઝટભરી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. જોકે ક્યાંક તમારા PANનો તો આવો દુરુપયોગ નથી થઈ રહ્યોને એ વાતની તપાસ ખૂબ સરળતાથી થઈ શકે છે. આ તપાસ કરતા રહીને સતેજ રહેવાથી આવી છેતરપિંડીઓથી બચી શકાય છે.
ADVERTISEMENT
સ્કૅમરથી બચવા આટલું કરો
CIBIL જેવા ક્રેડિટ બ્યુરો તમારા PAN સાથે જોડાયેલા લોન અને ક્રેડિટ કાર્ડના તમામ રેકૉર્ડ રાખે છે અને દર વર્ષે એક ક્રેડિટ રિપોર્ટ ફ્રી ઑફ કૉસ્ટ આપે છે.
નિયમિત તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો.
ક્રેડિટ રિપોર્ટ ઍક્સેસ કરવા માટે CIBIL કે એવા બીજા જે પણ ક્રેડિટ બ્યુરોનો તમે ઉપયોગ કરતા હો એની ઑફિશ્યલ વેબસાઇટ પર તમારી પર્સનલ અને PAN ડીટેલ્સ સબમિટ કરશો એટલે આખા વર્ષનો ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળી જશે.
આ ઉપરાંત Paytm અને BankBazaar જેવાં ફિનટેક પ્લૅટફૉર્મ પણ ક્રેડિટ રિપોર્ટ આપે છે.
ક્રેડિટ રિપોર્ટને કાળજીપૂર્વક ચેક કરી લો કે રિપોર્ટમાં નોંધવામાં આવેલાં તમામ ક્રેડિટ અકાઉન્ટ્સ તમારાં જ છે કે નહીં.
તમે જેટલી લોન લીધી હોય કે જેટલાં ક્રેડિટ કાર્ડ હોય એ સિવાય વધારાનું કોઈ અકાઉન્ટ નથીને એની ખાતરી રિપોર્ટમાં કરી શકાશે.


